________________
પર ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત તેવી દીક્ષા આપનારને દોષિત ગણવામાં આવે, તે મોક્ષ માર્ગ કોઈ દિવસ પણ ચાલુ છે જોઈએ નહિ. પણ શાસ્ત્રકારે અતીત અને અનાગત કાળે અનંતાનંત જીવનું તથા વર્તમાનકાળે સંખ્યાત જીવોનું ક્ષે જવું નિયમિતપણે જણાવે છે, તે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે– સમ્યક્ત્વ કે મોક્ષની ઇચ્છા વિનાની દ્રવ્ય દીક્ષા પણ દેવામાં કે આદરવામાં કઈપણ જાતને દોષ નથી. અને જ્યારે આ વાત નિશ્ચિત જણાય છે, ત્યારે મોક્ષના સામાન્ય જ્ઞાનવાળા બાળકને દીક્ષા ન જ દેવાય છે તેવી દીક્ષા દેવામાં દેષ છે, એમ કઈ પણ સમજુ માણસથી કહી શકાય જ નહિ.
બાળચેષ્ટાઓમાં બાલસાધુનું મન કેમ પ્રેરાતું નથી?
વિશેષમાં જ્યાં સુધી બાળક–અવસ્થા છતાં પણ આત્મામાં વૈરાગ્ય ન આવ્યું હોય, તો દુનિયાદારીને નાટક, સીનેમા, ગાડીઘોડા, ઘરેણાં-ગાંઠો અને લુગડાં–લત્તાંના ઉપગ ઉપરથી મેહ ઉતરે જ નહિ. કઈ પણ દીક્ષા લેનારો બાળક એટલું તે જરૂર જાણે છે કે-સાધુપણું લીધા પછી નાટક, સનેમા વિગેરે જેવાનું કે ઘરેણાં-ગાંઠોને શેખ કરવાનું બનવાનું જ નથી. તેમજ સામાન્ય માત્રથી પણ સાધારણ પરિચયમાં આવેલ મનુષ્ય એટલું તે સ્પષ્ટપણે જાણી જ શકે છે કે-સાધુપણું લેનારને ચાહે તેવી સખ્ત ગરમીના દિવસો હશે અને રાત્રે કદાચિત તરસ લાગી હશે, તે પણ રાત્રે પાણી સરખું પણ લેવાશે નહિ. વળી સાધુપણું લીધા પછી એક જ જગે પર રહેવાનું નહિ થાય અને તેથી પગે ચાલી વિહાર કરવો પડશે. વળી વિહાર કરતાં આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com