________________
પ૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત મનુષ્ય થડા ભવમાં જરૂર મેક્ષરૂપી સાધ્ય ફળને પામે છે જ.”
વળી આગળ કહેવામાં આવ્યું કે–અનંત વખત થયેલી પહેલાંની દીક્ષાઓએ માત્ર દેવકાદિ આપ્યા અને તેથી તે નકામી છે, તે તે બાબતમાં પણ સુજ્ઞ પુરૂએ વિચાર કરવાની જરૂર છે કે–તે દ્રવ્ય દીક્ષાઓના ભાવ કરતાં દીક્ષા વિનાના ભ અનંત ગુણા થયા છે કે નહિ? અને તે થયેલા છે, તો તે દીક્ષા વિનાના ભવોમાં લાડી, વાડી ને ગાડીની મેજમાં, વિષય અને કષાયના આવેશમાં, પરિગ્રહ અને આરંભના પૂરમાં જીવ અનંતી વખત તણા, તેમાં તે દીક્ષા વિનાના જીવને શું ફળ થયું? આ સ્થળે કહેવું જ પડશે કે–તે દીક્ષા વિનાના ભામાં લાડી, વાડી ને ગાડી વિગેરેથા ઘોર પાપ બાંધીને, આ જીવ અનંતાનંતી વખત દુર્ગતિમાં ગયે. આ સ્થળે સમજવું સહેલું છે કે-જે દીક્ષા દ્રવ્યથી આદરવામાં આવી, તે દીક્ષાએ અનંત વખત દેવલોકાદિકનાં સુખ આપ્યાં, અને દીક્ષારહિતપણે અનંતાનંત વખત રહ્યા તેના ફળ તરીકે અનંતાનંત વખત દુર્ગતિ પામ્યા, તો પછી દુર્ગતિના કારણભૂત સંસાર છે, એમ અનંતાનંતી વખત અનુભવાયા છતાં, શા માટે તેનાથી પાછું હઠાતું નથી ? અને અનંતી વખત જેનાથી સદ્ગતિ પ્રાપ્ત થઈ છે, તેવી દીક્ષા કેમ આદરવામાં આવતી નથી ? ? જે વસ્તુ જેનું કારણ હોય, તેની ઈચ્છાવાળાએ તે આદરવી જોઈએ. કદાચિત્ કઈ સહકારી કારણની ખામીને લીધે કાર્યની સિદ્ધિ ન થતી હોય, તો સમજુ માણસનું કામ તે નહિ મળેલા સહકારી કારણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com