SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૪૯ મોક્ષની શ્રદ્ધા વિના પણ કરાતી દીક્ષાથી વિરૂદ્ધ હોઈ શકે જ નહિ. વળી શાસ્ત્રની શ્રદ્ધાવાળે મનુષ્ય કદાચ અહીં એવી શંકા કરે કે– અનંતી વખત થયેલી દીક્ષા જે કે દેવકાદિકનાં સુખો આપવાવાળી થઈ, તે પણ તેનાથી સાધ્ય ફળ તે પ્રાપ્ત થયું જ નહિ, તો તેવી દીક્ષાઓ વધારે વખત લેવાથી કે દેવાથી ફાયદો શ? શ્રદ્ધાળુ મનુષ્યનું આ કથન વિચાર વગરનું છે, કેમકે– પ્રથમ તે ઉપર પ્રમાણે ભવ્યની અનંત વખત થયેલી છે દ્રવ્ય દીક્ષાઓ છે, તે જ ભાવ દીક્ષાનું કારણ છે અને તેથી ભાવ દીક્ષાના અર્થિઓને પણ તે દ્રવ્ય દીક્ષાઓ ગ્રહણ કરવા એગ્ય જ છે. છતાં શ્રદ્ધાળુ પુરૂષે વિચાર કરવાને છે કે-ક્ષેત્રમાં અસંખ્ય વૃષ્ટિ થઈ પણ અનાજ વાવેલું નહોતું તેથી ધાન્ય ન થયું, તો શું તે ક્ષેત્રમાં અનાજ વાવવામાં આવે તે વખતે પણ થયેલી વૃષ્ટિ ધાન્યને ઉત્પન્ન નહિ કરે? તેવી જ રીતે પૂર્વકાળમાં મોક્ષની ભાવના કે ઈચ્છા વિનાની થયેલી દીક્ષાઓએ મોક્ષની સિદ્ધિ ન કરી આપી, તે તેટલા માત્રથી વર્તમાનકાળમાં મેક્ષની ભાવના અને ઈરછાથી આદરવામાં આવતી દીક્ષા મોક્ષને પ્રાપ્ત કરાવી શકે નહિ? શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે જે મનુષ્યના મનમાં એમ હોય કે આ દીક્ષા મોક્ષને જ માટે જિનેશ્વરએ કહેલી છે અને તેથી મારે મેક્ષને માટે આ દીક્ષા આદરવી છે, અને એ વિચારે જે મનુષ્ય ભાગવતી દીક્ષાને આદરે છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy