________________
૪૮ ] . . . . . . . પૂ. સારાનરસૂરિજી સંકલિત દ્રવ્ય શબ્દનો અર્થ અપ્રધાન લે, એમ શાસ્ત્રકારો જણાવે છે, કેમકે–તે અભવ્ય જેમાં મેક્ષની લાયકાત જ નથી. આ હકીકતને સમજનારે કઈ પણ સમજુ માણસ, મેક્ષને નહિ જાણવા માત્રથી દીક્ષાની અયોગ્યતાને, કઈ દિવસ પણ કહી શકશે નહિ. સમજુ મનુષ્ય વિચારી શકશે કે-જે મનુષ્ય ઘેર પાપ કરતો હોય અને તેવા કાર્યને પાપ ન માનતા હાય, તેમજ તેના ફળીભૂત નરકને ન માનતો હોય, તે તેટલા માત્રથી જ શું તે ઘેર કૃત્યને કરનારો ઘેર પાપને નહિ બાંધે ? અને તેના ફળરૂપ નરકદિથી બચી જશે ??
જ્યારે પાપ અને નરકની શ્રદ્ધા વિના પણ ઘોર પાપનાં કાર્ય કરનારે મનુષ્ય, પાપ અને તેના ફળભૂત નરકથી બચી શકતો નથી, તે પછી મોક્ષ અને દેવકને ન જાણતો હોય અથવા જાણતાં છતાં માનતા ન હોય, તો પણ મેક્ષ અને દેવત્વના કારણભૂત દીક્ષા આદિ પવિત્ર કાર્યોને કરતો હોય, તો કેમ તે તેને પ્રાપ્ત નહિ કરે? ધારે કે–જેને દેવલોક કે પુણ્યની શ્રદ્ધા કે બોધ નથી, તે મનુષ્ય માંસભક્ષણ, સુરાપાન, રાત્રિભૂજન, અનંતકાય–ભક્ષણે, પરસ્ત્રી–ગમન, આદિ અધમ કાર્યોની નિવૃત્તિ કરવા માટે કઈ પણ ગુરૂજનને નિયમ કરાવવા કહે, તે શું ગુરૂજને તેને તેવા નિયમે નહિ આપવા? સમજુ માણસો કોઈ દિવસ તેમ કહી શકશે નહિ, કેમકે–અધમ કાર્યોથી નિયમ કરીને નિવૃત્તિ કરવામાં શાસ્ત્રકારોએ લાભ કહે છે, અને અનુભવથી પણ તે પ્રત્યક્ષ છે. અને તે પ્રમાણે હરિબલ મછી તેમજ દામનક વિગેરેએ મોક્ષની શ્રદ્ધા વિના પણ પાપથી કરેલી નિવૃત્તિનાં સારાં ફળ મેળવેલાં છે. આ હકીકત ધ્યાનમાં લેવાવાળો માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com