________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૪૭ સુધીની સદ્ગતિ પ્રાપ્ત થયેલી છે. ફરક માત્ર એટલો જ કેઅભવ્ય જીવોમાં મેક્ષની લાયકાત ન જ હોય અને તેથી તે અનંત વખત થયેલી દીક્ષા માત્ર દેવકાદિક પૌગલિક સુખ જ આપે છે, ત્યારે ભવ્ય જીવોમાં મેક્ષ પામવાની લાયકાત હોવાથી, તેની અનંત વખતની દેવકાદિની ઈચ્છાએ થએલી પણ દ્રવ્ય દીક્ષા, પરિણામે ભાવ દીક્ષાનું કારણ બને છે.
દ્રવ્ય દીક્ષા પણ આદરણીય જ છે અને તેથી જ ભગવાન હરિભસૂરીશ્વરજી પંચવસ્તુ નામના ગ્રંથમાં જણાવે છે કે-“ભવિ જીવને અનંત વખત થયેલી દીક્ષા જ ભાવ દીક્ષાનું કારણ બને છે અને તેથી જ તે પહેલાંની અનંત વખતની દીક્ષાઓ દ્રવ્ય દીક્ષા કહી શકાય છે: કેમકે–શાસ્ત્રકારોએ દ્રવ્ય નિક્ષેપો તેને જ માનેલો છે કેજે ભાવપણે પરિણમે. અને તેટલા જ માટે દ્રવ્ય નિક્ષેપાનું લક્ષણ કરતાં શાસ્ત્રકારે ભૂત અને ભવિષ્યના ભાવનું કારણ હોય તેને દ્રવ્ય કહે છે.” અર્થાતુ-જે ભાવ દીક્ષાની પ્રાપ્તિ કઈ પણ ભવમાં થાય, તેના કારણ તરીકે પ્રથમની થયેલી અનંત વખતની દીક્ષાઓ જ છે : અને તેથી જ તે અનંતી દીક્ષાઓને દ્રવ્ય દીક્ષા કહી શકાય છે. અને તેથી જ તેવી દ્રવ્ય દીક્ષાઓ ભવ્ય જીને આદરવા છે, એમ ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે. જો કે દ્રવ્ય દીક્ષાઓ અભવ્ય જીવોને પણ ઉપર જણાવ્યા પ્રમાણે અનંતી વખત પ્રાપ્ત થાય છે, તે પણ તે દ્રવ્ય દીક્ષાઓ ભાવ દીક્ષાના કારણભૂત દ્રવ્ય દીક્ષા ગણાતી નથી, અને તેથી જ અભવ્યની દ્રવ્ય દીક્ષાના અંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com