________________
૪૪ ] .
પૂ. સાગરાનસુરિજી સંકલિત
પ્રત્યક્ષ વાત
વળી જૈન સાધુઓની દીક્ષાનું સ્વરૂપ જૈનનાં ચાર ચાર, પાંચ પાંચ વર્ષનાં બાળકે પણ જૈનકુળના પ્રતાપે સમજી શકે છે, અને તેથી જ નાનાં છેાકરાંઓ પણ સામાયિકમાં એઠાં ાય ત્યારે, પેાતાની મા અને મ્હેનને પણ અડતાં નથી. તેમજ કાઇપણ તેવા નાના છેકરો સાધ્વીને અડકવા જતા નથી, પણ દૂરથી જ નમસ્કાર કરે છે. અને તેવી છેાકરી પણ સાધુને નહિ અડસ્તાં દૂરથી જ નમસ્કાર કરે છે. તેવી જ રીતે નાનાં નાનાં બચ્ચાંઓને પણ જૈનકુળના સંસ્કારથી સ્પષ્ટપણે માલૂમ હાય છે કે— સાધુઓ પૈસા રાખે નહિ, રાત્રીએ ચોવિહાર (ચારે આહાર)નાં પચ્ચખાણ હમેશાં રાખવાં પડે, ગાડીમાં કે ઘેાડાપર બેસાય નહિ, પગે ચાલીનેજ જવું પડે, સ્ત્રીને અડકાય પણ નહિ, હજામત કરાવાય નહિ, પણ દાઢી મૂછ કે માથાના વાળ વધ્યા હોય તેના લાચ જ કરાવવેા પડે. ’–આ વિગેરે વાતા જ્યારે જૈનકુળના મહિમાથી જ તેના જાણવામાં આવેલી છે અને તેમ જાણ્યા છતાં તેવાં વર્તનવાળી દીક્ષા લેવા તૈયાર થાય, તે તે છેકરો સાધુપણાને કે દીક્ષાને નથી સમજતા, એમ કેમ કહી શકાય ? અહીં કહેવામાં આવે કે “ તે ખાળકનું જ્ઞાન તદ્ન પેાપટીયું જ્ઞાન છે પણ અનુભવવાળું તે જ્ઞાન નથી ”તા એવું કહેવું પણ અયેાગ્ય જ છે, કારણ કે—આઠ વર્ષ કે તેથી બે ચાર વર્ષે વધારેની ઉંમરના બાળસાધુએ વિદ્યમાન શાસનમાં મૈાબૂદ છે, અને તેઓ સાધુના આચાર પ્રમાણે વર્તે છે તથા આચારનું જ્ઞાન ધરાવે છે. તે છતાં પ્રત્યક્ષ વાતને ન માનવી અને માત્ર કલ્પનાના ઘેાડા દોડાવાય, તે ડહાપણ ન ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com