________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
•
સાધ્ય વિનાની દીક્ષા પણ હિતકારી છે !
અહીં કાઈ એમ કહી શકે કે
"
“ જૈનકુળના પ્રભાવથી જૈનનાં બાળકામાં સાધુપણાનું સ્વરૂપ જાણવામાં આવે, અને તેવાં ખાળકો સાધુપણું લઈ ને પ્રથમના ખરાબ સંસ્કાર ન હેાવાથી, તેમજ ઉત્તમ સંસ્કારવાળાઓના સંસર્ગથી સાધુપણાનું પાલન કરે અને તેટલા માત્રથી તેવાં ખાળકે સાધન-સંપન્ન થયાં એમ ગણી શકીએ, તેા પણ તે દીક્ષાનું સાધ્ય જે મેાક્ષ છે, તેને તેા તે સમજી શકે જ નહિ. તેથી આઠ, નવ વર્ષની નાની ઉંમરના ખાળક સ્વર્ગ, કે જે દીક્ષાના સાધ્યફળ તરીકે નથી પણ કેવળ પ્રાપ્ય (મળી આવતા) ફળ તરીકે છે, તેને પણ સમજી શકતા નથી, તેા પછી જે આળકને પ્રાપ્યનું જ્ઞાન નથી, તેવા ખાળકને સાધ્યનું તે જ્ઞાન હાય જ કયાંથી ? અને સાધ્ય કે પ્રાપ્ય ફળના જ્ઞાન સિવાય કરેલી સાધનસંપન્નતા, એટલે કે--સર્વે સાધુના આચારનું પાલન તે વ્યર્થ છે; જેમ જે ખાણાવલીને વિધવાની વસ્તુનું ભાન નથી, તે ખાણાવલીના હાથમાં ચાહે તેટલું મજબૂત ધનુષ્ય અને ખાણ આવેલાં હાય, તેટલા માત્રથી વેધ્ય વસ્તુ વિધી શકાતી નથી, તેમ અહિં પણ સાધ્યના જ્ઞાન સિવાયની દીક્ષા તે આળક સારી રીતે પાળી પણ શકે, તે પણ દીક્ષાથી સાધ્ય એવા મેાક્ષને તે જાણુતા ન હેાવાથી, તે મેાક્ષને મેળવી શકે નહિં અને તેથી તે સાધ્ય વિનાની દીક્ષા અયેાગ્ય જ ગણાય.
*
[૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com