________________
૪૨ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
વિષયના ત્યાગ એ શું ચીજ છે, મેાક્ષ શું, દીક્ષા શું, સાધુપણું કેમ પાળવું, સાધુપણામાં શું કરવું, એ વિગેરે કાંઇપણ જ્ઞાન ાતું નથી, માટે ખાળકને દીક્ષા આપવી તે અયેાગ્ય જ છે. ”
*
આવી રીતે કહેનારાઓએ ધ્યાનમાં રાખવાનું છે કે–વિષયાનું સ્વરૂપ ન જાણ્યું હાય તા પણ, તેને ત્યાગ જો સમજાવવામાં આવે, તા પાણી પહેલાં પાળ બાંધવાની માફક હંમેશાં ઉચિત જ છે. શાસ્ત્રકારો પણ વ્યાકરણની અપેક્ષાએ ‘અપાય’ એ પ્રકારના જણાવે છે: એક અપાય એવા હાય છે કે–જે વસ્તુને શરીરની સાથે સંબંધ થયેલો હાય અને પછી તે વસ્તુથી દૂર થવું, એનું નામ ‘કાય–સંસર્ગપૂર્વક અપાય' કહેવાય. જેમ કોઇ મનુષ્ય માંસ વિગેરે લક્ષણ કરતા હાય, દારૂ પીતા હાય, પંચેન્દ્રિયાદિ ત્રસ જીવેાની હિંસા કરતા હાય અને પછી સદ્ગુરૂના ચેગે કે પાતાની મેળે સન્માર્ગને પામી તેનાથી વિરમી જાય, તે તે અધર્મથી અટકે છે, એને અપાદાનકારક કહેવામાં આવે છે; તેવી જ રીતે જે મનુષ્ય અધર્મમાં પ્રવર્તેલો ન હાય, છતાં પણ સદ્ગુરૂના ઉપદેશથી કે પેાતાની મેળે અધર્મથી વિરમે, તે પણ ત્યાં અપાદાનકારક જ કહેવામાં આવે છે. આ ખીજા અપાદાનકારકની અપેક્ષાએ જ ત્રસ જીવાની હિંસા નહિ કરનારા જીવેા પણ ત્રસ જીવેાની હિંસાના વિરમણના, જીઠું નહિ ખેલનારા પણ મૃષાવાદ-વિરમણના, ચારી નહિ કરનારા છતાં અનુત્તાદાન–વિરમણુના અને મૈથુનની છાયાએ નહિ ગયેલા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com