________________
૪૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
આ કથન વગર સમજણનું છે, કારણ કે-જે બાળક કે યુવાન આદિ દીક્ષા લેવા તૈયાર થાય છે, તેને એટલું જ્ઞાન તે જરૂર હોય છે કે–“આત્માનું કલ્યાણ અને મેક્ષની પ્રાપ્તિ, તે આ જિનેશ્વર ભગવાને કહેલી દીક્ષાથી જ બને છે. તેમજ સંસારમાં રહેનારા જીવને પૃથ્વીકાય (માટી, મીઠું વિગેરે), અપકાય (પાણી, બરફ વિગેરે), તેઉકાય (અગ્નિ વિગેરે), વાઉકાય (પવન વિગેરે), વનસ્પતિકાય (પત્ર, પુષ્પ, ફળ વિગેરે) અને ત્રસકાય (કીડી, મંકડી, જુ, માંકણ વિગેરે) ની ડગલે ને પગલે હિંસા થાય છે. અને તેના ફળ તરીકે નરક અને નિગોદની ગતિઓમાં રખડવું પડે છે, માટે મારે તે આરંભાદિક (હિંસા વિગેરે)ને ત્યાગ કરવો જ જોઈએ તથા આ સંસારમાં માતા-પિતા, ભાઈ, સ્ત્રી વિગેરે સ્વાર્થનાં જ સગાં છે અને દરેક જીવ પિતાના કરેલ કર્મ પ્રમાણે જ સુખ દુઃખ અનુભવે છે.”—આટલા જ્ઞાનને દીક્ષાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ પણ જાતની અડચણ નથી. ઉપાધ્યાય શ્રીમાન યશોવિજયજી મહારાજ તે એક “નિર્વાણ પદનું જ્ઞાન” એટલે કે “આત્માના રાગદ્વેષે ટળે અને એક્ષપ્રાપ્તિ થાય એટલા જ જ્ઞાનને ઉત્કૃષ્ટ જ્ઞાન કહે છે. અને તેની તરફ પ્રવૃત્તિવાળાને વધારે જ્ઞાન હોવાની કાંઈપણું આવશ્યકતા નથી, એમ સ્પષ્ટપણે જણાવે છે. અને તેવી જ રીતે માપતુષ નામના સાધુને પણ એક કરેમિ ભંતેના સૂત્ર જેટલું પણ જ્ઞાન નહોતું, એટલું જ નહિ પણ તે સામાયિક સૂત્રના સારરૂપે “મા રૂષ અને મા તુષ” એટલું માત્ર આપેલું પદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com