________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૩૯ જણાવેલ વાકય-“વ્રત લે નહિ તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી”-તે વ્રત લેતાં પહેલાં કેઇએ તે વાક્ય વિચારવા કે કહેવા લાયક જ નથી, કેમકે– તેથી તે કઈપણ ભવિષ્યમાં ન પડવાવાળે હોય તે જીવ પણ શંકિત થાય અને વ્રતને આદરી શકે જ નહિ, પણ તે વાકય વ્રત લીધા પછી તે વ્રતના પાલનમાં સતત ઉદ્યત રહેવા માટે જરૂર વિચારવા અને કહેવા લાયક છે; કારણ કે–તેમ કરવાથી વ્રતવાળે મનુષ્ય પોતાના વ્રતને પ્રતિદિન ઉજવળ બનાવશે અને તેમાં મલીનતાને લેશ પણ આવવા દેશે નહિ. આ હકીકતને વાસ્તવિક રીતે સમજવાવાળો મનુષ્ય કોઈપણ દિવસ એમ નહિ કહી શકે કે ભવિષ્યમાં પતન થવાના ભયમાત્રથી વર્તમાનમાં નાની કે મોટી ઉંમરની દીક્ષા આપવી તે અયોગ્ય કહેવાય.”
દીક્ષા લેવામાં કેટલા જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે?
હવે બળદીક્ષા માટે બીજી શંકા એ કરવામાં આવે
દીક્ષા લેવામાં મૂખ્યતાએ જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે અને શાસ્ત્રકારે પણ, દીક્ષા એ વૈરાગ્ય અને જ્ઞાનમૂલક જ હેવી જોઈએ, એમ કહે છે અને તે વૈરાગ્ય અને જ્ઞાન નવ વર્ષ જેવી નાની ઉંમરમાં માત્ર કેઈક જ જીવને બની શકે. તેથી સર્વ સાધારણ રીતે આઠ કે નવ વર્ષની ઉંમર દીક્ષા માટે લાયક ગણાય નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com