________________
૩૮ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
વ્રત ન લે તે પાપી, અને વ્રત લઈને ભાંગે તે મહાપાપી’- એ વાકયની સાચી સમજણ
હવે આગળ કહ્યું કે વૃદ્ધો એમ કહે છે કે, ત્રત ન લે તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી કહેવાય’–આ કહેવું તે પણ સમજણ વગરનું જ છે. જો વ્રત લઈને ભાંગનારા કરતાં વ્રતને ન લેનારા જ સારા ગણાતા હાત, તા આ જગમાં વ્રત વિનાના જીવાને કાંઈ પાર નથી અને તેથી તે બધા માક્ષે ચાલ્યા જાત. વળી અનાદિ નિગેાદના જીવાએ તા કેાઇ દિવસ વ્રત લીધું નથી તેમ ભાંગ્યું પણ નથી, માટે તેઓને તે આટલા બધા કાળ નકામું જ રખડવાનું થાય છે; પણ સમજવાની જરૂર છે કે એક અંતર્મુહૂર્ત જેટલેા વખત પણ થયેલા શુભ પરિણામ જીવને સંસાર સમુદ્રથી તારી દે છે. યાવ~તે જીવ જો નિગેદમાં ઉતરી ગયેા હાય, તા પણ તેને ત્યાંથી ઉંચા આવવામાં અને યાવત્ મેક્ષપ્રાપ્તિમાં પણ તેજ અંતર્મુહૂર્તના પરિણામ કારણભૂત અને છે. અને તેજ કારણથી ભગવાન મહાવીરદેવે શ્રી ગૌતમસ્વામીજીને મેાકલીને તે ખેડુતને દીક્ષા આપી, કે જે ખેડુત શ્રી મહાવીરદેવની પાસે આવતાંની સાથે તેમને જોતાં જ તેજ દિવસે દીક્ષા મૂકીને ચાલ્યા ગયા. આવા પતિત પરિણામવાળાને દીક્ષા અપાવવા માટે જ્યારે મહાવીરદેવ સરખા કેવળજ્ઞાની શ્રીમાન્ ગોતમસ્વામીજી જેવાને માકલે, તો પછી આજકાલના કેટલાકા સાધુઓને અંગે જે ટીકા કરે છે, તે કેટલી બધી અજ્ઞાનતા અને વિદ્ધતા સૂચવે છે, તે વાંચકે પોતાની મેળે જ સમજી લેશે. ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com