________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૩૭
પોતાના આત્માને ઉદ્ધાર કરી શકે છે, અને તે પહેલાં ગ્રહણ કરેલ ચારિત્રના પ્રતાપે જ કરે છે, તો પછી આજકાલના છદ્મસ્થ જીવો પણ તે કેવળજ્ઞાનીની દ્રષ્ટિના આધારે પ્રવૃત્તિ કરે, તેમાં આશ્ચર્ય કે ખોટું શું? છદ્મસ્થ જીવોને તે કેવળી ભગવાનના સિદ્ધાંત અને દષ્ટાંતના આધારે જ વર્તવાનું હોય છે, જ્યારે કેવળી મહારાજાઓ ચારિત્રના પ્રતિપાત (પડવા)ને નક્કી જાણ્યા છતાં ચારિત્ર આપે છે, તે પછી શ્રુતજ્ઞાનને આધારે પ્રવર્તનારા આત્માઓ ભવિષ્યમાં થવાના પતન માત્રની સંભાવનાથી વર્તમાનમાં એગ્ય દેખાતા પુરૂષને પણ ચારિત્ર ન આપે, એમ કહેવું તે કેમ એગ્ય ગણાય? છઘસ્થની અપેક્ષાએ તે શાસ્ત્રકારો જણાવે છે કે-ક્ષાપશમિક ભાવમાં જે ક્રિયા કરવામાં આવે છે તે કિયા, તે જીવનું તે ક્ષાપશમિક ભાવથી પતન થયા છતાં પણ, ભવિષ્યમાં તેને ચઢીયાતી દશાને જ આપનાર થાય છે. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી અષ્ટકજીમાં સ્પષ્ટપણે જણાવે છે કે-“જે મનુષ્ય મોક્ષની સાધ્યતા માટે જિનેશ્વર મહારાજે આ કહેલું છે, એમ શુદ્ધ બુદ્ધિ રાખીને વ્રત અંગિકાર કરે છે, તે મનુષ્યને તે વ્રત કદાચિત કર્મની પ્રબળતાથી તુટી જાય અગર તે વ્રત દ્રવ્યથી જ લીધું હોય અને તેમાંથી પણ તે પડી જાય, તે પણ તેનું તે પ્રથમ દ્રવ્યથી આચરેલું વ્રત ભવિષ્યમાં ભાવવ્રતનું કારણ બને છે.” આ વાત સ્પષ્ટ રીતે જાણનારો અને માનનારો કોઈપણ મનુષ્ય ભવિષ્યમાં પતનની સંભાવના માત્રથી વર્તમાનમાં યોગ્યતા છતાં પણ લેવાતી દીક્ષાને અયોગ્ય કહી શકે જ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com