________________
૩૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત એમ કોઈ ઠેકાણે શાસ્ત્રકારે કહ્યું નથી. તેવી જ રીતે શ્રી નંદીષેણુજીને ચારિત્રથી પતિત થવાનું છે, એમ દેવતાએ સાક્ષાત્ થઈને જણાવ્યું, છતાં તે દેવતાની દરકાર નહિ કરીને શ્રી નંદીજી , ભગવાન મહાવીરદેવ પાસે દીક્ષા લેવા આવ્યા અને તે વખતે ભગવાન શ્રીમુખે નંદીષેણુજીને મેહના ઉદયની પ્રબલતા ભવિષ્યમાં થવાની જણાવી, છતાં શ્રી નંદીપણુજીના પરિણામ તે વખતે ચારિત્ર લેવામાં જ મજબૂત રહ્યા, તેથી ખૂદ ભગવાને પણ તે નંદીષેણુજીને દીક્ષા આપી. આ વાત વિચારનારાઓ જે મધ્યસ્થ દષ્ટિ રાખશે, તે કઈ દિવસ પણ એમ નહિ કહી શકે કે–ભવિષ્યમાં થનારા પતનની સંભાવનાથી ચારિત્ર દેવું લાયક નથી અથવા તે તેવા પતનની સંભાવના છતાં પણ ચારિત્ર દેનારા દોષિત ગણાય.
આ સ્થળે કેઈએમ કહે કે
તે જ્ઞાની પુરૂષ જેવી રીતે તેના ચારિત્રના પતનને જાણતા હતા, તેવી જ રીતે તે પતિત થએલાઓને ઉદ્ધાર પણ જાણતા હતા, પણ આજકાલ તેવું જ્ઞાન ન હવાથી જ્યાં ચારિત્રના પતનની સંભાવના હોય, ત્યાં દીક્ષાની પ્રવૃત્તિ જ બંધ કરવી તેજ લાયક છે.”
આ વચન કહેવું તે વદતે વ્યાઘાત કરનારું છે, કારણ કે– જ્યારે કેવળજ્ઞાનીઓની દ્રષ્ટિથી એ વાત નકકી થઈ કે–ચારિત્રને ગ્રહણ કરનાર મનુષ્ય ચારિત્રથી પતિત થઈને પણ પાછળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com