________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૩૫
ઉદ્દયથી બાધિત નહિ જ થાય, એમ કહી જ શકાય નહિ; અને જ્યારે નવમા ગુણસ્થાનકે જ વેદના સર્વથા ક્ષય કે ઉપશમ થાય છે, ત્યારે જ તે જીવને વેદને ઉદય નડશે નહિ, એમ નક્કી કહી શકાય; ત્યારે ભવિષ્યના પતનના સંભવની અપેક્ષાએ ચારિત્ર આપવું ચેાગ્ય નહાય, એમ ગણીએ તા નવમા ગુણસ્થાનક ( એક જાતિના આત્માના ઉચ્ચ અધ્યવસાયે )ની પ્રાપ્તિ વિનાના કાઇપણ જીવને ચારિત્ર આપી શકાય નહિ; અને નવમા ગુણુસ્થાનકની પ્રાપ્તિ કૈાઇ દિવસ પણ ચારિત્ર લીધા શિવાય થતી નથી. આ વાત જણાવી શાસ્ત્રકારા સ્પષ્ટપણે જણાવે છે કે
“ ભવિષ્યના પતનની સંભાવનાથી, વત્તમાનમાં ચારિત્રની ચેાગ્યતા હોય છતાં પણ ચારિત્ર નઆપવું, તે અયેાગ્ય જ છે.
*
આ વાત પંચવસ્તુમાં શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજીએ સ્પષ્ટપણે જણાવી છે; તેમજ જે ભવિષ્યમાં પરિવ્રાજકપણું આદરીને સાધુપણાથી વિમુખ થવાના હતા, તેવા મરિચીને શ્રીમાનુ ઋષભદેવજી મહારાજે કેવળી અવસ્થામાં હતા છતાં દીક્ષા આપી છે. ભગવાન શ્રી ઋષભદેવજી સાથે જે ચાર હજાર મનુષ્યાએ દીક્ષા લીધી હતી, તેમાંથી એક પણ મનુષ્ય ખાર મહિના જતાં સાધુપણામાં રહ્યો નહિ, છતાં ભગવાને તેને દીક્ષા લેતા રાકયા નહિ, તેમજ તે ચાર હજાર મનુષ્યની કે મિરચીની દીક્ષાના ભંગનું પાપ ઋષભદેવજીને પણ લાગ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com