________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . ૩૩
બાલદીક્ષાનું સ્વરૂપહવે કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે
જે મનુષ્ય નાની ઉંમરમાં દીક્ષા લે તેઓ પાછળથી પતિત થઈ જાય, તો તેને દોષ દીક્ષા ન લેવાવાળાને લાગતા દેષ કરતાં વધારે હોય છે, કેમકે વૃદ્ધો પણ એમ કહે છે કે“વ્રત ન લે તે પાપી. અને વ્રત લઈને ભાંગે તે મહા પાપી.”એટલે તે બાળપણમાં દીક્ષા લઈને આગળ ઉપર ભવિષ્યમાં દીક્ષાને ભાંગનારો થાય, તો તે દીક્ષા ન લેનારા કરતાં મહા પાપનું ભાજન બને, માટે તેવા બાળકને દીક્ષા ન આપવી તેજ એગ્ય છે; અને તેમ છતાં તેવા બાળકને જે દીક્ષા આપે તે અગ્ય રીતે દીક્ષા આપનારા છે, એમ કેમ ન કહેવાય?”
આવી રીતે કેટલાકનું કહેવું થાય છે, પણ તે કથન શાસ્ત્રીય વિચારોથી કેઈપણ પ્રકારે સંમત થતું નથી. પ્રથમ તો બાળપણામાં દીક્ષા લેનારા બધા પતિત જ થાય છે, એ માનવું ભૂલભરેલું છે. એવી માન્યતા રાખવામાં આવે, તે આપણા શાસનમાં અખંડ બ્રહ્મચારી કઈ હતો જ નથી, એમ માનવું પડે; એટલું જ નહિ પણ જગના મેહમય સંસ્કારોથી દૂર રહેલો મનુષ્ય પણ પવિત્ર જીવન ગાળે જ નહિ, એમ આપણે માનવું પડશે, અને તે માન્યતા શાસ્ત્ર અને અનુભવના આધારે સત્ય સાબીત થઈ શકે તેમ છે જ નહિ. આપણે એમ કદિ જ નહિ કહી શકીશું કે-૧૮ વર્ષની ઉંમર પછી જેણે જેણે દીક્ષા લીધી છે, અગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com