________________
કર ] .
બાહ્ય ત્યાગનું ફળ પણ મહાન છે
એક ભવથી ખીજા ભવમાં જતી વખતે ઉત્તમ ગતિની પ્રાપ્તિની સાથે પણ દ્રવ્યલિંગને ઘણા જ સંબંધ છે. ચાહે તેવા ઉત્તમ ભાવનાવાળા અને શ્રાવકપણાની ઉત્કૃષ્ટ ક્રિયા કરનારા ગૃહસ્થલિંગમાં રહેલે શ્રાવક મરણ પામે તે અચ્યુત નામના બારમા દેવલાકથી આગળ ઉંચી ગતિમાં જઈ શકે જ નહિ, પણ સાધુપણાના વેષને ધારણ કરનારા મિાદૃષ્ટિ અથવા અભવ્ય પણ હાય, તે છતાં તે નવ ચૈવેયક સુધી જઈ શકે છે. આવી રીતે સાધુલિંગની મહત્તા શાસ્ત્રકારે એ જણાવેલી છે, તેને જાણીને કયા વિચક્ષણ માણસ સાધુના દ્રવ્યલિંગની કિંમત નહિ સમજે ? શ્રાવકપણાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવનાને પ્રવૃતિથી જે ફળ ન નીપજે, તે ફળ સાધુપણાના કેવળ વેષને લીધે જ મિથ્યાષ્ટિ અને અભવ્ય પણ પ્રાપ્ત કરે છે. સંસારના બાહ્ય ત્યાગ અને સાધુલિંગની મહત્તા માટે આથી અધિક કયા દ્રષ્ટાંતની જરૂર છે? આ ઉપરથી દ્રવ્યલિંગ જ સાધુતાનું પ્રથમ પગથી
અનેક રીતિએ સાખીત થાય છે.
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
*
*
*
જો કે આ ગ્રંથ દીક્ષા પ્રકરણને અંગે જ છે, તાપણુ તેને અંગે પૂર્વે જણાવેલી હકીકતા, જેવી કે-ગુરૂતત્ત્વની જરૂર, શાઓની પ્રમાણિકતા, માહ્ય વેષની જરૂર, આરંભ પરિગ્રહના ત્યાગની જરૂર, તેમજ સાધુપણાના દ્રવ્યલિંગને અંગે પણ શાસ્ત્રકારોએ કહેલા ફાયદા, વિગેરે પ્રસંગેાપાત દીક્ષાના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળાને ઉપયાગી હાવાથી જણાવેલ છે.
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com