________________
કરતા કહે
પાપની અતિમાં તે ટે
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૩૧ બચાવ માટે સાધન પણ જોઈએ. પગનું ચાલવું, શરીરનું હાલવું, શરીર ઉપર મચ્છર વિગેરેનું બેસવું, કીડી વિગેરેનું ચઢવું, એવા એવા ઘણા પ્રસંગે આવે છે કે-જેમાં કાયાની પ્રવૃત્તિ કરતાં પ્રમાર્જનની પહેલી જરૂર પડે. તેટલા જ કારણસર પ્રમાર્જન માટે રજોહરણની ખાસ આવશ્યક્તા માનેલી છે. જેવી રીતે કાયિક પ્રવૃત્તિના પાપનિવારણ અર્થે રજોહરણની જરૂર છે, તેવી જ રીતે વચનની પ્રવૃત્તિમાં થતી હિંસાને નિવારવા મુહપત્તિની જરૂર છે; અને જીવનનિર્વાહને માટે લેવાતા અન્નપાણીને અંગે માધુકરી વૃત્તિ અને તેનાં સાધન પાત્રાદિક ઉપકરણે રાખવાં જરૂરી માનેલાં છે. આ બધા સ્પષ્ટીકરણનું તત્ત્વ એજ છે કે–શાસ્ત્ર અને યુતિથી વિચાર કરતાં સાધુઓને ભાવલિંગના નિયમિતપણાની પેઠે દ્રવ્યલિંગ પણ નિયમિત જ છે, અને તેથી માનવું પડશે કે-ભાવલિંગ આવવાની સાથે દ્રવ્યલિંગ જરૂર અંગીકાર કરવું જોઈએ. એક અપેક્ષાએ જે કે ભાવલિંગની મૂખ્યતા છે, કેમકે તે ઉપાદાન (મૂળ) કારણ છે અને દ્રવ્યલિંગની ગણતા છે, કેમકે–તે અપેક્ષા (નિમિત્ત) કારણ છે, છતાં તે બનેની હયાતી જરૂર હોવી જોઈએ, એમાં તે શક હેય જ નહિ. આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે શાસ્ત્રકારે ભાવ ચારિત્રની માફક અગર કેઈક અપેક્ષાએ તે કરતાં પણ વધારે દ્રવ્ય ચરિત્રને અને વેષને જરૂરી સ્વીકારે છે. ભાવ ચારિત્ર પ્રાપ્ત કરીને સાધુ થનારને અથવા તે પ્રાપ્ત કર્યા વગર પણ સાધુ થનારને દ્રલિંગ તે એક સરખી રીતે જ જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com