________________
૩૦ ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત
કરવાવાળા અગર ગૃહસ્થપણું આદિમાં આકસ્મિક ભાવનાના પ્રભાવથી કેવળજ્ઞાનને પામવાવાળા મનુષ્ય, તે મહાવ્રત અને કેવલજ્ઞાનની વખતે જ આયુષ્યને પૂર્ણ કરનારા હોય એમ તો બને જ નહિ અને મહાવ્રત અને કેવળજ્ઞાનની પછી
જ્યારે આયુષ્ય ભેગવવાનું બાકી હોય, તો ત્યારથી માંડીને મોક્ષપ્રાપ્તિના સમય સુધી જીવનનિર્વાહ કરવાને પણ અવશ્ય હાય જ. જીવનનું નિર્વહન કરવામાં શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિઓ ચાલુ રહે તે તે ચેકસ જ છે.
જ્યાં સુધી ચૌદમા ગુણસ્થાનકના અંત વખતે આવતી શિલેશી (સ્થિર) અવસ્થા, કે જેની સ્થિતિ એક્ષપ્રાપ્તિની નજીકના પાંચ હસ્વ અક્ષર માત્રના કાલ જેટલી જ છે, તે ન આવે ત્યાં સુધી યોગને (ક્રિયાઓને) સર્વથા રેધ થઈ શકતો જ નથી. અને તેટલા જ કારણથી ખૂદ કેવળજ્ઞાનને પામેલા આત્માઓને પણ સયાગિ (કિયાવાળી ) અવસ્થામાં સિદ્ધિ ન થાય, એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે ઠેકાણે ઠેકાણે જણાવેલું છે. એટલે પાંચ હસ્વ અક્ષર જેટલા શૈલેશી કરણના કાલના પહેલા ભાગ સુધી શારીરિકાદિ પ્રવૃત્તિઓ કાયમ રહે છે તે સિદ્ધ થાય છે. હવે જ્યારે આ પ્રવૃત્તિઓ સ્વાભાવિક જ છે, તો તેના નિર્વાહ માટે આહાર, નિહાર, જવું, આવવું, વિગેરે કરવાં પડે તે પણ સહજ છે. તે ક્રિયાઓ પાપને બંધાવનારી ન થાય, તેની તે તે આત્માએએ પુરેપુરી કાળજી રાખવાની જરૂર છે, આટલા જ માટે તેવા મહાપુરૂષોને માટે પણ દ્રવ્યલિંગની જરૂર શાસકારોએ માની છે. કારણ કે-કાયાના પ્રયત્નો થતાં જીવોની વિરાધના થવાને ક્ષણે ક્ષણે પ્રસંગ આવે અને તેથી તે જીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com