________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ • • • • • • • • • ! ૨૯ જરૂરનું છે એ નક્કી કરેલું છે, તો પણ શાસ્ત્રવચનને માત્ર તેના વક્તાના ગૌરવથી જ માનવાં એ એકાંત નિયમ બાંધ્યે નથી. જે કે–વક્તાની વિશિષ્ટતાથી તેનાં વચને નિર્દોષ હોય એમ શ્રદ્ધા થઈ શકે, પણ તે વચનોની વિશેષ ખાત્રી કરવા માટે યુક્તિઓનો આશ્રય લે અથવા તે માટે વક્તાને પ્રશ્ન કર, તેનો જૈન શાસ્ત્રમાં નિષેધ કરેલ નથી જ. શ્રીમાન મહાવીર દેવ સરખા સર્વજ્ઞ અને વીતરાગ ભગવાન
જ્યારે પદાર્થનું નિરૂપણ કરતા, ત્યારે પણ ભગવાન ૌતમસ્વામિ કે જેઓ અદ્વિતીય શ્રદ્ધાવાન હતા, એટલું જ નહિ પણ શ્રીમાન્ મહાવીરદેવની સાથે ઘણું ભાથી પરિચયવાળા હતા, “ચિરપરિચિત અને ચિરસ્તુત” હતા, છતાં તેઓ શ્રીમાન મહાવીર દેવને બધી પર્ષદા વચ્ચે પણ પૂછી શકતા હતા કે-“ આપે જણાવેલી વાત છે કે શ્રય છે, તે પણ કયા હેતુથી કહેવામાં આવેલી છે, તે મને સમજાવવાની કૃપા કરશે.” દ્વાદશાંગીના પ્રણેતા ગૌતમસ્વામિ મહારાજ જ્યારે ખુદ ભગવાનની પ્રરૂપણ વખતે પ્રશ્ન કરી શકતા હતા, ત્યારે વર્તમાન કાળમાં પણ આગમની શ્રદ્ધા પૂર્વક તેમાં કથન કરાયેલા પદાર્થોને સ્પષ્ટપણે જાણવા માટે હેતુ કે યુકિતની ગવેષણ કરવામાં આવે તો તેને અગ્ય કહેવાય જ કેમ? હેતુ જાણવાની છૂટ છે, તો પછી મોક્ષપ્રાપ્તિને અંગે દ્રવ્યલિંગનું નિયતપણું શાથી થયેલું છે, તેનાં કારણે જાણવા તે અસ્થાને નથી. દ્રવ્યલિંગ અને ભાવલિંગ બનેની સરખી જ જરૂર છે પ્રથમ એ જાણવાની જરૂર છે કે મહાવ્રત અંગિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com