________________
૨૮ ] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત તે તે કેવળજ્ઞાનીને પણ પરિગ્રહને આશ્રવ શરૂ થાય, ત્યારે પહેલાંના આવેલા કેવળજ્ઞાનને જરૂર નષ્ટ થવું પડે અને એ વાત બનવી સર્વથા અસંભવિત છે. કારણકે-કેવળજ્ઞાન ક્ષાયિક ભાવનું હોવાથી તે સાદિ અનંત હોય, એટલે નાશ પામવાનું હોય જ નહિ. જ્યારે કેવળજ્ઞાનના અંગે વસ્ત્રાદિકના સંસર્ગનો ભય સંભવે જ નહિ અને જ્યારે કેવળજ્ઞાનીને આત્માની નિર્મળતા હોવાથી વસ્ત્રના સંસર્ગથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થતી નથી અને ચારિત્રને નાશ થતું નથી, તેવી રીતે બીજા ક્ષાયોપથમિક ભાવના જીવોને પણ મમતાની ઓછાશથી પરિગ્રહ સંજ્ઞા અને કર્મબંધની ઓછાશ માનવામાં વધે આવતો નથી. અર્થા–ધર્મના સાધનની બુદ્ધિએ જેમ શિષ્ય, શિષ્યા, શરીર, આહાર, સ્થાન, શ્રાવક કે શ્રાવિકા કર્મબંધનાં કારણ થતાં નથી, તેમ ધર્મસાધનને અંગે વપરાતાં વસ્ત્રાદિક ઉપકરણ હોય, તે પણ પરિગ્રહ કે કર્મબંધનાં કારણ થાય જ નહિ.
શંકા સમાધાન પૂછવાને નિષેધ નથી ઉપરની હકીકત વિચારવાથી માલુમ પડશે કે-દ્રવ્યલિંગ પણ મેક્ષપ્રાપ્તિમાં જરૂરનું છે; છતાં તેમાં શંકા તે જરૂર રહેશે કે-જ્યારે મોક્ષ એ સમગ્ર કર્મોને નાશ થવાથી થાય છે, આત્મસ્વરૂપને પ્રગટ કરવા રૂપ છે અને તે કેવળ આત્માના ઉચ્ચતર પરિણામનું જ સાધ્ય છે, તો પછી મેક્ષને દ્રવ્યલિંગની સાથે સંબંધ શા માટે માનવો? જે કે–શાસ્ત્રકારેએ સ્વલિગ સિદ્ધ નામને ભેદ જણાવીને તથા લિંગદ્વારથી સિદ્ધોને વિકલ્પ જણાવીને, મોક્ષને માટે લિંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com