________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૨૭ હિસાબમાં જે ન ગણાય, તે પછી જે ગૃહસ્થો અને અન્ય લિંગવાળાઓ મમતાપૂર્વક જ વસ્ત્રાદિકને ધારણ કરનારા છે, તેવામાં તે ભાવનાના લીધે થતો જ્ઞાનાવરણીયાદિ અને વેદનીયાદિ કર્મોનો ક્ષય તે મનાય જ નહિ ને ? આ કઈ માની શકશે નહિ, કારણ કે–આત્માને કર્મનો બંધ અને નિર્જરા એ કેવળ આત્માના પરિણામને આધારે જ થાય છે. અને જે તેમ ન માનીએ તો સરખા પરિગ્રહવાળાઓમાં સરખે જ કર્મને બંધ માનવે પડે. તેમજ એ પણ માનવું પડે કે-અલ્પ વસ્તુના માલીકને કર્મબંધ ઘણે જ થાય. આમ માનવું તે જૈનશાસ્ત્રની દષ્ટિએ કેઈને પણ ગ્ય લાગશે નહિ. એક જ કુટુંબમાં રહેલા સરખા સાધનવાળા બધા જીવોની એક સરખી ગતિ થાય, એમ કોઈ પણ મતવાળા માનતા નથી. જ્યારે કોઈ પણ ગતિમાં સાધનની સરખાવટ છતાં કર્મબંધની સરખાવટ નથી, તે પછી અત્રે મોક્ષના વિચારમાં સાધનની વિચિત્રતા હોય તો પણ પરિણામે વિચિત્રતા ન માનવી, તે યુક્તિપ્રમાણ પણ નથી. જો કે બાહ્ય સાધન વ્યવહારને અગે એકાંતિક છે, છતાં આત્માના પરિસુમને તેને એકાંતિક માનવા જેટલી ભૂલ થાય, એ તે સમજી શકાય તેવું નથી. બીજા મુદ્દાની અપેક્ષાએ વિચારીએ તો વસ્ત્રાદિકનો સંસર્ગ માત્ર જે ચારિત્રને રેકી મહને ક્ષય ન થવા દે અને તેથી કેવળજ્ઞાન ન થાય એમ માનવામાં આવે, તો જેઓને કેવળજ્ઞાન થઈ ગયું તેવા પુરૂષોને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનના નાશને ભય ડગલે ને પગલે રહે, કારણ કે–તેવા કેવળજ્ઞાનીને શરીરને જે કંઈ મનુષ્ય વસ્ત્રાદિક લગાડી દે અથવા પવનાદિકથી ઉડીને લાગી જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com