________________
૨૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત માટે શાસ્ત્ર રીતિએ વિધિપૂર્વક વ્રતાદિક અંગિકાર કરવાં, તેનાં દૂષણે ટાલવા તત્પર રહેવું, દૂષણનાં કારણેથી હંમેશાં ડરતા રહેવું અને તે નિયમાદિક પચ્ચખાણેની વૃદ્ધિ માટે હંમેશાં ગુરૂકુળવાસની સેવા કરવી. એમ છતાં કદાચ ગાઢ કર્મના ઉદયથી પતન થઈ જાય, તે તેટલા માત્રથી જીવ ધર્મને માટે નાલાયક જ બની ગયો અગર તેને વ્રતાદિક આરોપણ કરનારને પાપ લાગ્યું, એમ કહી શકાય જ નહિ. આ ઉપરથી અધ્યવસાયની ચળવિચળતાને લીધે ધર્મમાં આદરવાલા નહિં થવું એ વાત ટકી શકતી નથી.
પરિણામ ટકાવવામાં સાધુવેષની ઉપયોગિતા
ઉપરની હકીક્ત ઉપરથી આપણે એટલું તે ચેકસ માનવું પડશે કે–સાધુઓના પરિણામની ધારા પણ કઈ કઈ વખત બદલાય છે. હવે જે ધારાને પતિત થવાને સંભવ છે, તે તેના રક્ષણને માટે આલંબનની જરૂર છે અને તે આલંબન, એ સાધુપણાને વેષ છે. કેમકે–વેષમાં રહેલો સાધુ પોતાના સાધુપણાથી વિરૂદ્ધ એવાં અપકૃત્ય કરતાં ડર્યા વગર રહે નહિં. છતાં કદાચ કર્મની બહુલતાને લીધે પિતાના આત્માને સાધુ પડતો રોકી શકે નહિ, તો પણ તે સાધુપણાના વેષમાં સાધુપણાને અનુચિત કાર્યો કરનાર સાધુને દેખીને, બીજા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો કે શ્રાવિકાઓ તેને સારા રસ્તે લાવવા પ્રયત્ન કરશે. આ પ્રભાવ સાધુપણાના વેષને જ આભારી છે, કેમકે-જે વેષ ધારણ કરેલો ન હોત તો બીજી સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએને પ્રેરણું કરી, બોધ આપી, તેને ઠેકાણે લાવવાને વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com