________________
દિક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ રપ આવત જ નહિ. આ સ્થળે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાંત વિચારીશું, તે હેજે ઉપરની હકીકત સમજાઈ જશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજગૃહી નગરીની બહાર કાત્સર્ગ ધ્યાને રહ્યા હતા. શ્રેણિક મહારાજ, મહાવીર પ્રભુને વંદના કરવા રાજગૃહીથી નીકળ્યા. સિન્યના આગળના દૂતના મુખથી પોતાના બાલપુત્રની વિપત્તિ સાંભળીને મંત્રી વિગેરે ઉપર ક્રોધ આવ્યું અને મનથી તેઓની સાથે સંગ્રામ શરૂ કર્યો. યુદ્ધમાં એટલી બધી માનસિક લીનતા થઈ ગઈ કે-જેથી શ્રેણિક મહારાજની આખી સ્વારી લક્ષ બહાર ગઈ, એટલું જ નહિ પણ ખૂદ શ્રેણિક મહારાજે તેઓશ્રીને વિધિપૂર્વક વંદન કર્યું, તે પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિના લક્ષ્યમાં આવ્યું જ નહિં. આટલા બધા યુદ્ધના તીવ્ર પરિણામે તેઓએ સાતમી નારકીનાં કર્મો બાંધ્યાં, તેવામાં સર્વ હથિયાર ખૂટવાથી મારવા માટે મસ્તકનો મુકુટ ઉપાડવાને માટે તેઓશ્રીને હાથ પોતાના માથા ઉપર ગયે, કે તરતજ સાધુપણું યાદ આવ્યું. કુટુંબકબીલા, પુત્ર, વિગેરેનો કરેલ ત્યાગ ધ્યાનમાં આવ્યો. રાજ્ય, પુત્ર વિગેરેની ચિંતા તે આર્તધ્યાન છે, તેમ માલુમ પડયું. સંયમમાં રહેલા પુરૂષે ગૃહસ્થને કેઈપણું વ્યાપાર અમેદ કે પ્રેરવે તે પાપ છે, એમ લક્ષ્યમાં આવ્યું. સંયમમાં ખલના થઈ, એમ સમજાયું. કર્મની સ્થિતિનું ભાન આવ્યું. કર્મ તેડવાનાં કારણોની દુર્લભતા માલુમ પડી. ચારિત્રની સ્થિરતા કેળવવા આત્મા તૈયાર થયા. આત્માના ગુણે શિવાય જગની કઈ પણ ચીજ આત્માની નથી, એમ સમજાયું. આત્માના ગુણે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com