________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૨૩ નહિ કે–“ભવિષ્યમાં પડવાની સંભાવના લાગે તેટલા માત્રથી પ્રથમથી જ વ્રત નિયમ કરવા નહિ.” તેવી માન્યતાવાળાથી તો ધર્મનું આરાધન જ થઈ શકે નહિ. જેન શાસ્ત્રકારે તે સ્પષ્ટપણે કહે છે કે –
એક વખત અંતર્મુહૂર્ત જેટલા કાળમાં પણ જેને ધર્મબુદ્ધિ થઈ છે, તે પાછળથી ચાહે તે અધમી થાય તે પણ તે અધે પુદ્ગલ પરાવર્ત્તનની અંદર તો જરૂર મોક્ષે જાય.”
સમ્યક્ત્વની પ્રતિજ્ઞાથી કે તેના પરિણામથી પડવું થાય તે પણ પૂર્વના આવેલા શુભ પરિણામના પ્રભાવથી જ ક્ષે જવાનું થાય છે. ચારિત્ર લઈને અથવા તો બીજી પ્રતિજ્ઞા લઈને હેને કર્મના ઉદયથી કઈ ભાગે, ત્યારે તે દ્રવ્ય ચારિત્ર કે પચ્ચખાણ કહેવાય છે. છતાં તે ખંડિત થયેલું ચારિત્ર કે પચ્ચખાણ જે મેક્ષને માટે સ્વીકારવામાં આવેલું હોય, તે તે દ્રવ્ય પચ્ચખાણ છતાં પણ ભવિષ્યમાં ભાવ પચ્ચખાણને લાવનારું છે, એમ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી અષ્ટક’ નામના ગ્રંથની અંદર સ્પષ્ટપણે જણાવે છે. આ બધી હકીકતથી માલમ પડશે કે-“ભવિષ્યમાં પડી જવાને સંભવ લાગે તેટલા માત્રથી વ્રત-નિયમ કરવા નહિ, ચારિત્ર આદરવું નહિ, પચ્ચખાણું લેવું નહિ, તે વાક્ય પ્રમાણભૂત કે માનવા લાયક નથી.” અને તે પ્રમાણે જે ચાલવામાં આવે, તો કઈ પણ દિવસ કેઈપણ જીવ ધર્મને આરાધી શકે જ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com