________________
-
જ રીતે પતિના પ્રમોદમાં ભાગ લે તેવા હતા, એટલે આ ભકિત વિશેષ લીપી નીકળતી હતી. - વેણચંદભાઈ ઉપર માતાને પ્રેમ વિશેષ જણાતું હતું, કારણ કે વેણચંદભાઈમાં નાનપણથી જ ધર્મને લગતા સંસ્કાર વધારે પ્રમાણમાં જોવામાં આવતા હતા. ધર્મિષ્ઠ માબાપને ધાર્મિક પુત્ર પર વધારે પ્રેમ હોય એ સ્વાભાવિક છે.
આ રીતે ધર્મિષ્ઠ માબાપને વારસો અનેક રીતે વેણચંદભાઈમાં ઉતરેલે આપણે જોઈએ છીએ. સાધર્મિક ભક્તિની બાબતમાં પણ તેમનામાં તે ગુણ વારસામાંથીજ ઉતરી આવ્યું હોય એમ ચોક્કસ જણાય છે.
- મુંબઈમાં તેમની ઓરડીએ, અને મહેસાણામાં પણ તેમને ઘેર સાધર્મિકભકિત ચાલુ રહ્યા કરતી હતી. ધાર્યા કરતાં સંખ્યા વધી જાય, છતાં વેણચંદભાઈને પ્રમાદ તે સદા વૃદ્ધિ પામતો જ જોવામાં આવ્યો છે.
૫. કસ્તુરચંદભાઈ–
આ સ્થળે એક વ્યકિતને ભૂલી શકાય તેમ નથી. તે વ્યક્તિ વેણચંદભાઈના કાકા શા. કસ્તુરચંદ વીરચંદ. મુંબઈના વ્યાપારી જીવનમાં તેઓ જાણીતા છે. તેઓ ધર્મિષ્ઠ હતા, એટલું જ નહીં, પરંતુ સમજુ અને ઉદાર પુરૂષ હતા. એક વખત સંયમ લેવાની પણ તેઓની તૈયારી હતી. સંજોગવશાત્ ચારિત્રાવરણીય કર્મના ઉદયને લીધે તેઓ સંયમ લઈ ન શકયા છતાં અવાર નવાર ધાર્મિક અનુષ્ઠાનમાં તેમના જીવનને ઘણે ભાગ ગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com