________________
, ૮૦
માટે સંક્ષેપમાં એટલુંજ જણાવવાનું કે-ધર્મગુરુઓ ધર્મગુરુ તર કેજ રહે. તેમનું સ્થાન જરાપણ ઢીલું ન પડવું જોઈએ. અને પ્રજા જેમ બને તેમ સીધી રીતે તેમના સંબંધમાં આવતી રહે, તેમ કરવું તેથી ધર્મગુરુઓ પણ સાવચેત અને જવાબદાર વધારે બનશે માસ્તરની અનિવાર્ય આવશ્યકતા જ નથી. પરંતુ જ્યાં સુધી એ તત્ત્વ સાધારણ રીતે ઉપયોગી હોય ત્યાં સુધી ભલે રાખવું, પણ બાધક થતું હોય તો તે નભાવી ન શકાય, અને નભાવવું પડે તે તેટલી અશક્તિ વધી છે, એમ કબુલ કરવું. મારો તે એ જ અભિપ્રાય છે કે-એ તત્ત્વ આપણને સાધક તરીકે જણાય છે પણ તેને પ્રયોગ મૂળથી જ બાધક તરીકે છે. અને તે બાધક તરીકે પોતાનું છુપું કામ કર્યું જ જાય છે, એમ ઉંડે ઉતરીને વિચારતાં જણાય છે. માટે આ સંસ્થાએ એ તત્વ જેમ બને તેમ બાધકપણે કાર્ય ન ભજવે અને મંદિર તથા ઉપાશ્રયનું વાતાવરણ જેમ બને તેમ ગામેગામ ઉત્તેજિત રહે, તેમ કરવું. તેમાં ભારે ધમિક શિક્ષણ રહેલું છે. એ ઢીલું થતું જતું હોય અને જેના શાળાઓ ધમધોકાર ચાલતી હોય તો જરાએ રાજી ન થવું. માટે ધાર્મિક સંસ્કાર પાડવાની બાબતમાં કાર્યવાહકોએ આ ચિકિત્સા કરેને નિદાન કરવાની અને દવાનો ઉપયોગ કરવાની જરૂર છે.
૧૦ કોઈ પણ સંસ્થા અને ખાતાનાં બંધારણનું કઈ પણ તત્વ પૂર્વાપરથી ચાલ્યા આવતા ચતુર્વિધ સંઘના બંધારણનું વિધિ ન હોવું જે૪એ. આજકાલ એમ ઘણું ચાલી રહ્યું છે. તેની શુદ્ધિ કરાવવા પ્રયત્ન કરે પડશે. હવે પછી નવી સંસ્થા કે નવા ખાતાઓ નીકળે, તેના બંધારણમાં તે ખ્યાલ રાખવો જોઈશે, નહીંતર પરિણામ એ આવશે કે-સંઘના હિતને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com