________________
થયેલાં કાજ બંધારણમાં રાખેલી અદીર્ઘદૃષ્ટિને પરિણામે સંધનેજ નુકશાન કરી બેસશે.
આ સંસ્થાઓ સંઘની છે, મેંબરેની સંસ્થા નથી. માટે બહુમતિનું ધોરણ રાખવું હાસ્યાસ્પદ છે. હાલની સંસ્થાઓમાં પૈસા આપનારની સંસ્થા ગણાય છે, તે આપણું પ્રાચીન બંધારણમાં નથી. પૈસા આપનાર ભકિતથી, આત્મ કલ્યાણ નિમિત્તે પૈસા અર્પણ કરે છે. પૈસા આપે છે, માટે તે જવાબદાર છે, એમ નથી પણ સંઘની એક વ્યકિત તરીકે સંઘની સંસ્થામાં જવાબદાર છે. આપણે ત્યાં કેઈ નાના કામમાં બહુમતિ હોય છે. વખતે વિશિષ્ટ વ્યકિતની પણ સમ્મતિથી જ કામ કરવું પડે છે. સામાન્ય ધોરણ સર્વ સમ્મતિનું હોય છે અને પ્રસંગ વિશેષમાં શાસનાગ્રણી આચાર્ય અને છેવટે જેનશાસ્ત્રોની સમ્મતિ શરણું રૂપ રહે છે.
વળી હાલ પસા આપનાર પેન ને મુરબી બને છે, એટલે માલિકી જે ભાવ આવે છે. તેમજ સંસ્થા પૂજ્ય હેવી જોઈએ, તેને બદલે પિસા આપનાર વ્યકિત સંસ્થાને પૂજ્ય, માન આપવા લાયક બને છે. તેથી તેમાં પૈસા આપનારની ભક્તિ કે સાધર્મિક વાત્સલ્ય નથી રહેતું. સાધર્મિક વાત્સલ્યમાં અરજી કે ઉપરીપણાનો ભાવ કે કાયદેસરપણું ન લેવું જોઈએ. માટે બીજી કેટલીક સંસ્થાઓ જેમ મેંબરોની છે, તેમ આ સંસ્થા માટે ન બનવું જોઈએ આ સંસ્થા શ્રી સંઘની છે, એ તત્વમાં ખામી ન આવવા દેવી. જે આ સંસ્થા શ્રી સંઘની છે, તે પછી બહુમતિથી ઠરાવો કરવા એ કાયદાને ઉપગ ? કારણ કે આ સંઘ એકત્ર ન થયો હોય, ત્યાં સુધી અમુક ઠરાવની બાબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com