________________
છે. તેની દ્રષ્ટિથી તે તે સંસ્કારે મગજમાંથી નીકળી જાય અને નવા પાછા ઓચ્છા ઘુસે તેમાં જ બાળકોનું વધારે શ્રેય છે. માટે જેઓ ધાર્મિક સંસ્કારના વારસાને બાળકોમાં સારી રીતે ઉતરતો જેવા ઇચ્છે છે, તેમણે ગુરૂઓ અને બાળકો વચ્ચેનું વ્યવધાન કબુલ ન કરવું જોઈએ. અને જેઓ જેમ બને તેમ એ સંસ્કારને વારસો આગળ ઓછો લંબાય, એ વિચારના હોય, તેમણે જેમ બને તેમ વ્યવધાન વધારવું જોઈએ આમ બને સુષ્ટિને સાર સૂચવ્યા છે.
બીજી હવે એક અહીં સાવચેતી એ પણ રાખવા જેવી છે કે-ઉપરની સંસ્કાર પાડવાની લાલચ બતાવીને જૈનશાળાના માસ્તરનું સ્થાન જૈન મુનિઓને લઈ લેવાની ભલામણ કરશે. તે તે ભલામણથી પણ ચેતવું. કારણ કે, તે ભલામણને સ્વીકાર કરવાથી મુનિઓ ગુરૂ સ્થાનેથી ખસી જઈને માસ્તરને સ્થાને આવી જશે. અને પિતાના પદથી-(ગુરુપદથી) નીચે એક પગથિયું ઉતરી જશે. પછી પ્રજાને યુરોપ અમેરિકામાથી કે જર્મનીમાંથી ગુરુ શોધવા માટે દોડવું પડશે. છુટાપણુ આવ્યેજ જશે. કારણ કે જૈનશાળાઓના માસ્તરેનું વ્યવધાન છતાં હજી ગુરુઓ પિતાનું અસ્તિત્વ બતાવી શકે છે. એટલે કંઈક ટકાવ થયો છે. પણ ગુરુઓ માસ્તર બની ગયા એટલે પછી પતી ગયું. પછી ગુરુઓની જરૂરીઆત શી રીતે પુરવી? એટલે તેના વિના આખા ધાર્મિક વાતાવરણમાં પાતળાપણું આવી જશે. પ્રજા ભણને ભલેને ગમે તેટલી વિદ્વાન થશે પણ સંસ્કારમાં મીંડુ વળતું જશે. પરિણામે, આજે પણ લાખોની સંખ્યામાં જે માણસો જાણયે અજાણયે જેની જીવન જીવવારૂપ અમૃતપાન કરી રહ્યા છે, તેનાથી તેની ભણતા થતી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com