________________
૭૬ તેવાજ ગ્રંથ તૈયાર થવા જોઈએ, નહીં કે છીંછ. કોઈ પણ જોતાંની સાથે જૈનવિજ્ઞાનની અપૂર્વતા જોઈ શકે. તેના દિલમાં ચમત્કાર લાગ જોઈએ. નહિ કે તેને વિષે તેને અને રોગ્ય અથવા નજીવે અભિપ્રાય બંધાય કે ઉપેક્ષાની વાત ઉત્પન્ન થાય. તેવું ન થવું જોઈએ. - ૮ ધર્મ એ જીવનમંદિરનું શિખર છે, માટે તેને લગતી સંસ્થા સર્વ સંસ્થાઓ કરતાં અતિશયવંત હોવી જોઈએ. તેનું તેજ ઝાંખું ન હોવું જોઈએ. બીજી જૈન સંસ્થાઓ ધર્મને કેવું સ્થાન આપે છે, તેની તપાસ કરવી જોઈએ. તેઓને માટે માર્ગ નકકી કરવા જોઈએ. અને દરેક સામાજિક (વ્યાવહારિક) શિક્ષણની સંસ્થાઓમાં પણ ધર્મ કેન્દ્ર રૂપે વિરાજમાન છે કે નહીં, તેને તપાસ કરીને તે સંસ્થા માટે ધર્મની બાબતમાં પિતાને અભિપ્રાય પણ આ સંસ્થાએ જાહેર કર જોઈએ. જે સર્વને માન્ય રહે જોઈએ. ફરીથી યાદ કરાવું છું કે આ સંસ્થા જૈન તત્ત્વજ્ઞાનના આદિથી અંત સુધીના અભ્યાસને માટે હેવી જોઈએ. જે તે જરા પણ ભેળસેળ કરવા લલચાશે તે તેની ગાડી બીજે પાટે અહડી જશે. પછી પરિણામે મુંબઈ જવાને બદલે તે કલકત્તાના હાવરા સ્ટેશન પર જઈને ઉભી રહેશે ત્યારે માલુમ પડશે કે “અરે! આપણે અહીં તે હેતું આવવું ને? હવે શું થાય ? બે દિવસનું વચ્ચે આંતરું પડી ગયું. લાભ મળવાના કેસની મુદત ગઈ કાલે વીતી ગઈ. એકતરફી કેસ ચાલીને કેટલું નુકશાન થયું હશે ? હવે કાંઈ ઉપાય જ હાથમાં નથી રહેતું.” એવું થશે. બાકી તત્ત્વજ્ઞાન મેળવનારાએને એવી રીતે તૈયાર કરવા જોઈએ કે-તે વ્યવહારથી અજ્ઞાન ન રહે. કારણ કે તે શિક્ષણમાં ગર્ભિત રીતે વ્યવહાર આવીજ જ જોઈએ. એ યુક્તિથી અભ્યાસ થાય, એટલું જ નહીં પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com