________________
૭૩
નાણાંની રાકાત જેમ બને તેમ જૈન ભાઈઓને ધંધામાં મદદ કરે તેવી રીતે થઇ શકે તેા વધારે ઉત્તમ. કારણ કે આપણાં નાણાંથી એકા વધારે જોરમાં આવે છે, તથા તે આપણને ન ધીરતાં કંપનીઓને ધીરે છે. તેથી કંપનીઓ વધારે જોરથી વેપાર કરી શકે. અને તે જોરનું આપણા વેપારીએ ઉપર આડકતરૂં દબાણુ આવેજ. અને સાથે મૂડીની સગવડ નહીં. આ બન્ને મારાથી આપણા વર્ગને તૂટવું પડે છે. માટે જે આપણાં નાણાંને ઉપભાગ તેમને મળે તેવા ખ્યાલ રખાય તે સારૂં. આ ઉપરથી નાણાની સુરક્ષિતતામાં ઉપેક્ષા કરવી, કે જૈન ગૃહસ્થાને નાણાંના પેાતાના અંગત ઉપયાગ વિષેની ચૈાગ્યતા યાગ્યતાને ખ્યાલમાં ન લેવી તથા જૈન બેંક કાઢવી, એવી કશી ભલામણ કરતા નથી.
૬ આજે અભ્યાસ કરનારાઓની સ ંખ્યા ચારે તરફ્ ઉલરાઈ રહી છે, પરંતુ શુદ્ધ દ્રષ્ટિથી જૈન ધર્મનાં તત્ત્વાને અભ્યાસ કરનારી સંખ્યા અહુજ જીજ છે, અર્થાત્ નહીં જેવીજ કહી શકાય. કારણ કે ગૃહસ્થે ની જ્ઞાન તરફ જે ભક્તિ હતી તે ભકિત માત્ર હૃદયમાં હતી. કારણ કે તેઓ એમ માનતા હતા કે
'
આપણે વ્યવસાયી હાવાથી જ્ઞાન મેળવી શકતા નથી, પણ જેએ મેળવે છે તેમને ધન્ય છે.” પરતુ તેમના સ ંતાના જમાનાના વાતાવરણને લીધે ભણવા તક્ વળ્યા, પરંતુ તેઓએ મુખ્યપણે બાહ્ય જ્ઞાન, અને બાહ્ય જમાનાના 'સ્કાર ઝટ લીધા. તેમાંજ વણાઈ ગયા. અને બાકી વધારે પૈસા મેળવવાની લાલસા, ટાપટીપ, ખર્ચાળ જીવન વગેરેમાં જીવન હામાઇ ગયું. એટલે માત્ર યુદ્ધ ઉંડા તત્વજ્ઞાનની દ્રષ્ટિથી સંગીન તલસ્પર્શી અભ્યાસ કરનારાએની સખ્યા અહુજ જીજ હશે એમ કહી શકાય. પછી મધ્યમ વર્ગ–તેને પાતાની જરૂરિયાતને પહોંચી વળવાની ઉપાધિ હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com