________________
R
મળ્યાજ કરે, જેમકે-સાધુસાધ્વીનું ઔષધ ખાતું-જ્યાં કાઇ પણ ઠેકાણે આ શ્રમણુવ ગ્લાન કે રુજ્જુ હાય તે સ્થળે જો સ્થાનિક મદદ ખરાખર ન પહોંચી શકતી હાય તેા આ ખાતાએ ત્યાં પહોંચી વળવું જોઈએ. ફ્રાઈ કાઇ વખતે કાઇ કાઇ મુનિને મહારાગ થાય છે, અને કેટલીક વખત તે લંબાય છે. ભારે કિ ંમતી દવાઓ કરતાં સારવારની વધારે અગત્ય હાય છે,ત્યાં સ્થાનિક કામ કરનારાએ પૈસે ટકે ન પહેાંચી વળે તેવી સ્થિતિ હેાય ત્યાં આ ખાતાએ પહેાંચી વળવું જોઇએ. જો કે સ્થાનક લાકે પહેાંચી વળે, જેમ અને તેમ ઓછા ખર્ચે જેટલું કરે તેટલું કરવા દેવું, એ ઉત્તમ આદશ છે. તેમાં વચ્ચે વધારે સગવડ આપવા જવું એ તેને તેાડવા બરાબર છે, તેને ઝાંખા પાડવા બરાબર છે, અને તેમ થવા દઈએ તેા પાછળથી પસ્તાવું પડે, કારણ કે બધે ઠેકાણે કેન્દ્રિત ખાતું તે ન પહોંચી વળી શકે. તાપણુ આદર્શની વાત કરીને ખાતું પ્રમાદ ન સેવી શકે. સંસ્થાનું ધ્યાન તે પહેાંચવુંજ જોઇએ કે અમુક સવાલ સ્થાનિક લેાકેાએ ઉપાડી લીધા કે કેમ ? પછી જરૂરિયાત ન હોય તે ભલે મદદ ન કરવી, પરંતુ જાગૃતિ તેા જોઇએજ. જો સસ્થામાં તે ખાતું એ તા, ન હેાય તા કાઈ ન પૂછે. આ રીતે જાગતી સ્થિતિમાં કામ થાય તા નાણાં પણ અવશ્ય મળે તેમાં શે સંશય છે?
તેવીજ રીતે સૂક્ષ્મ એધ પાઠશાળાનાં નાણાંના ઉપયોગ જ્યાં જૈને જૈન તત્ત્વાના સૂક્ષ્મ વિચાર કરતા હાય, ખાસ ગ્રંથાના અભ્યાસ કરતા હાય, ત્યાં એ નાણાં પહેાંચી જવાં જોઈએ. અલબત્ત અભ્યાસકની દનશુદ્ધિ વિગેરે તત્ત્વાની ગવેષણાની આવશ્યકતા રહેતી હાય તા તે કરીને પણ તેના ઉપયાગ થવા જોઇએ. આ માત્ર દાખલા આપ્યા છે. પરંતુ આ દાખલા ઉપરથી ખીજા બધાં ખાતાંઓ માટે સમજી લેવું જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com