________________
૭૧
છે, એમ સાબિત નથી થતું. કારણ કે-એ પણ ધર્મનાં અંગે છે. જેમ અંગીની મરામત આવશ્યક છે, તેમ અંગેની પણ મરામત આવશ્યક છે. અને જે આપણુથી પહોંચી વળી શકાય તે એકેએક અંગની સંભાળને પહોંચી વળવું જોઈએ, અને તેને ખૂબ મજબૂત તથા તેજસ્વી કરવું જોઈએ. તોપણ યથાશક્તિ તેમાં ભાગ લેવા વિના અંગી શી રીતે ટકી જ શકે? એ પ્રશ્ન છે. અને તેને ઉત્તર એ છે કે–એ કામે કરવા માટે અમારે બીલકુલ નિષેધ નથી પરંતુ તે બીજા હાથ પર સામાજિક, કેમી કે પ્રજાકીય સવાલ તરીકે હાથ ધરાવા જોઈએ. અને તેને ઉકેલ તે રીતે લાવવા જેટલા બને તેટલા પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ બન્ને સવાલો અનાવશ્યક સેળભેળ ન થઈ જવા જોઈએ. ભેદભેદ છે. એટલે જેટલે અભેદ છે, તેટલો તે પ્રત્યક્ષ કે જોઈએ, અને જેટલો ભેદ છે, તેટલો તે પ્રત્યક્ષ થવો જોઈએ. એકાંતથી ભેદ અથવા એકાંતથી અભેદ કરી નાખવાથી ભારે જોખમે છે. જૈન એ ધર્મ છે, નહીં કે કેમ છે. એ રીતે ભેદ છે. અને ધાર્મિક જીવન તથા સામાજિક કે કેમી જીવન એ બન્ને પ્રજાનાં અંગ છે. એ રીતે અભેદ છે. માટે આ ખાતું મુખ્યપણે ધર્મના શ્રેય: માટે ઉપયોગમાં આવવું જોઈએ. તેથી સામાજિક કામ માટે બીજાં ખાતાંઓ હોય કે સ્થાપવા આવશ્યક હોય તેને ઈન્કાર થતું નથી.
૫ સંસ્થાનું કામકાજ એટલું પ્રકાશમય રીતે ચાલવું જેઈએ કે-જે ખાતાઓમાં જે જે નાણુ છે, તેને ઉપયોગ જ્યાં જરૂર જણાય ત્યાં ઉદ્દેશને ધ્યાનમાં રાખીને એવી રીતે ખર્ચાવા જોઈએ કે ઉત્તરોત્તર તે ઉદ્દેશ પાર પડવા સાથે યથાશક્તિ નવાં નાણાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com