________________
૫૮
વર્ગ–સ્વ જાતિ અને સ્વ ધર્મની પ્રતિષ્ઠા જાળવી રાખનારા શ્રવક વર્ગ વિજય પામે, પછી ભલેને તે અલ્પ સંખ્યામાં હાય. ” તેમનાં કાર્યો ઉપરથી આ પ્રધાન લક્ષ્ય તરી આવે છે. આ લક્ષ્યને હૃદયમાં રાખીને આગળ પાછળના બહુ વિચાર કર્યા વિના તેમણે પાતાનું સર્વ જીવન અને સર્વ સામર્થ્ય હામી દીધુ હતું.
તાપણુ લક્ષ્ય ઉત્તમ છતાં, હેતુ અને ઉદ્દેશ ઉત્તમ છતાં, પ્રવૃત્તિ કર્યા વિના કશું ફળ મળી શકતું નથી. પ્રવૃત્તિ પણ ચેાગ્ય માગે કરવામાં ન આવી હાય, ઉમાગે થઇ ગઇ હોય, વચ્ચેથી કાઇએ તેના દુરુપયેગ કરવા માંડયા હોય તે ખ્યાલ ન રાખી શકાયા હાય, ઉન્માર્ગે થી ચેતીને સીધે માગે આવી જવાયું ન હોય, એ વિગેરે કારણેાને લીધે પ્રવૃત્તિનું ચેાગ્ય પરિણામ આવવાને બદલે વિપરીત પરિણામ પણ આવી જાય એ સ્વાભાવિક છે.
માટે કોઇ પણ પ્રવૃત્તિ એવી જ હોવી જોઇએ કે જેમાંથી ઉત્તરાત્તર હિતાનુબંધી ફેળા ઉત્પન્ન થતાં જાય, અથવા વિષેરીત પરીણામેા તા જરૂર અટકેજ, હિતાનુબંધી એટલે એક પ્રવૃત્તિમાંથી નાનું પણ અમુક ચાક્કસ સફ્ળ ઉત્પન્ન થાય જ. એ ફળ પણ એવી રીતે ઉત્પન્ન થાય કે સાથેજ બીજા અનેક સાધના વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરતું આવે અને તેમાંથી બીજું સારૂં પરિણામ ઉત્પન્ન થાય, એમ પરંપરા ચાલ્યા કરે, તે હિતાનુંબંધી પ્રવૃત્તિ *હેવાય. પહેલેથીજ ખામી રહી ગઈ હાય તેા ઉત્તરાત્તર ખામીની પરંપરા ચાલ્યા કરે, તે હિતાનુબંધી પ્રવૃત્તિ ન કહેવાય. આ રીતે પિરણામ તરફ જોશું તેા ગમે તેટલી પ્રવૃત્તિઓ કરવા છતાં છેલ્લા સા પચાસ વર્ષોમાં ધર્મભાવના ઘટી છે. તે ઘટયાના સંજોગા ઉભા થઇ ગયા છે. પ્રજા સગઠન શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com