________________
૫૩
છે. માટે પૂર્વના વીતરાગી નિઃસ્વાર્થ પુરૂએ જગના કલ્યાણ માટે સાંગોપાંગ સર્વ જનાઓ જગતમાં પ્રચલિત કરી ઘરગતુ કરી છે. તેનાથી એક દેરાવા પણ ખસવાથી જગતનું અપમંગળ છે, એમ અમારું ચેકકસ માનવું છે. માટે એ મહાપુરુષોના માર્ગેથી જરાયે ન ચલિત થવું. અલબત્ત અમે બરાબર જોઈએ તેવી રીતે તેને અનુસરી શકતા નથી. તેમાં માત્ર કુદરતી કાળદોષજન્ય નિબળતા છે અને તેને માટે નિરુપાય છીએ અને નુકશાન પણ થયું છે. એટલે જેટલું બની શકે, જેટલા શકય સંજોગો હિય, તેને કામમાં લગાડીને પણ એ માર્ગને વળગી રહેવું તેમજ શ્રેય છે. લાલચ કે દેહવ્યાપારના તેજમાં અંજાઈને માર્ગ બદલવાથી કયાં ભુલા પડીશું કે જ્યાં ઘાંચમાં પીશું, તે કહી ન શકાય. કઈ કહી શકતું નથી. માટે એવી પેટી દોડાદોડી ન કરી મૂકવી જોઈએ.
તમારી વાત રજુ કરવામાં તમે સચોટતા તે સારી વાપરે છો, પરંતુ વેણચંદભાઈએ જ તેમાં કયાં પ્રવૃત્તિ નથી કરી? તો પછી તમે શી રીતે આટલું જોર દઈ શકે છે?”
હા. તેમની પ્રવૃત્તિ જમાનાને અનુસરતી રીતભાતમાં જણાય છે. પણ તે તેમનો ઉદ્દેશ હેતે. તેમને ઉદ્દેશ તે એ રીતે પણ જમાનાના વ્યામોહમાંથી પ્રજાને બચાવવાનો હતે.”
ભલે એમ હશે. પરંતુ જ્યારે એવા પુરુષો અવળા રસ્તાને ટેકે આપે છે, તે કાંઈક લાભ હશે. એટલે બીજા ફાયદાને બદલે આવું અજ્ઞાન ફેલાય એ નુકશાન વધારે પડતું છે, પરંતુ તેમાંથી બચી શકાય તેમ નથી. આજે જમાનાને અનુસરવું, જેમ બને તેમ તેમાં આગળ વધવું, એજ તરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com