________________
/
૫૪
તારણ ઉપાય છે. એમ અમારું માનવું છે, અને તેમાંથી છટકવાના ગમે તેવા ફાંફા મારવા છતાં, મેઢેથી ગમે તેટલી ના પાડવા છતાં કેઈથી છટકી શકાય તેમ નથી. તે રસ્તે જવાથી ઘણાને ફાયદો થાય છે. તેમ તેને અનુસરવામાં આવે તો આપણનેય ફાયદો થાય. દરેક વસ્તુમાં લાભ અને નુકશાન બને પરોવાયેલાજ હોય છે. એટલે નુકશાન ન થાય અને લાભ મળે. તેટલી ખબરદારી તો રાખવી જોઈશેજ. અમે તો એમ માનીએ છીએ કે જેટલે અંશે વેણીચંદભાઈએ જમાનેને આશ્રય લઈને કામ લીધું છે તેટલે અંશે તેઓ ફાયદા કરી શક્યા છે.
જ્યારે કોઈને કાંઈ પડી હતી, તેવા વખતમાં રીતસર જમાનાની રીતને અનુસરીને ફંડ કરી શક્યા. જીર્ણોદ્ધાર થયા. નહીંતર દહેરાસરની શી દશા થતું બંધારણ ઘડવાની નવી રીત જાહેરમાં આવતી ગઈ તે સંસ્થા સ્થાપી શકાઈ. નહીંતર બંધારણ ન જાણતા હોઈએ તે સંસ્થા શી રીતે સ્થાપવી ? અને એ સ્થાપ્યા વિના કામ કેમ થાય? જેમ ધંધાની ઉત્થલપાથલ થતી ગઈ, મોટા શહેરો વધતાં ગયાં, જેમ ગામડાવાળાને મુશ્કેલી પડતી ગઈ, તેમ તેમ વેણચંદભાઈએ સંસ્થા સ્થાપીને ભણવા આવેલા અનેકને આશ્રય આપે, ભણાવ્યા અને છેવટે જૈનશાળાઓના પણ માસ્તર કરીને આજીવિકાની સગવડ કરી આપી. શહેરમાં પંચ પ્રતિક્રમણ જાણનારા બેચાર જણા હતા, તેને બદલે સારાં સારાં પુસ્તક અને શાસ્ત્રો વાંચી શકનારની સંખ્યા મળી શકે છે. હજારે પુસ્તકને પ્રચાર કરાવી જ્ઞાન ફેલાવી શકાય છે. નહીંતર શી સ્થિતિ થતું, તેને વિચાર કર્યો? કે એમને એમ જમાનાની સામે બખાળા કહાડે છે એટલે એ રીતે એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com