________________
વખતમાં આ નુકશાન થયું છે, તેટલું સ્વાભાવિક રીતે ન થતેજ એ ચોકક્સ છે.
અને સંજોગોને અનુસરનારાં જે સાધનો આપણે ચેજ્યાં છે તે હજુ બીજ રૂપ છે. પણ ભવિષ્યમાં તે જેમ જેમ આગળ વધતા જશે, તેના ઉપર ચણતર વધતું જશે, તેમ તેમ કેટલું નુકશાન થશે ? તેની કલપના કરે.
આડે માર્ગે જેટલા વેગથી આગળ વધવામાં આવે તેટલાજ વેગથી નુકશાનને સમૂહ અંદર દાખલ થઈ જાય છે. આપણું ધ્યાનમાં પણ ન રહે. આજે એક ગરીબ થનાર વ્યક્તિને સીદાતા ફંડમાંથી કે ર્કોલરશીપના ફંડમાંથી સારી ફતે સગવડ મળે અને તે રીતસર કપડે લત્તે રહી શકે, એ ખરું. પણ એક શ્રાવક બચ્ચો એક ઉંચી કોમને બાળક ચિંથરે હાલ રહેવા છતાં સ્વાશ્રયી કહેવામાં સ્વમાન અને ખાનદાની તથા એક જાતને પાવર બચાવી શકે છે, તે પેલે સગવડ લેનાર માણસ ગુમાવી બેસે છે. એ રીતે અનેક પ્રકારની અન્ય પાસેથી લીધેલી સગવથ ઉજ્વળ દેખાતે વર્ગ વધતો જાય, તેને અથ એ થયો કે પ્રજામાંથી સ્વમાન ધરાવનાર સ્વભુજાબળ ઉપર નભનાર વ્યક્તિ એ ઘટતી જાય છે. જે બાબત એક વખતે નામોશીભરેલી ગ. શુતી હતી તે પ્રતિષ્ઠાની ગણવા લાગી છે, પણ તે પ્રજાની નબળાઈમાંથી જન્મી છે, એ ચોકકસ માનવું. અને તે માર્ગમાં આટલી બધી સંખ્યા વધતી જાય છે, તે સામાન્ય નુકશાન ન માનવું. આજે પણ એવાં કુટુંબે છે કે જે પિતાના પગ ઉપર અને પોતાની મૂડી ઉપર કુટુંબનું ભરણ પોષણ કરનારા ગમે તેટલું વ્યાજ ભરીને પણ જરૂરિયાત પ્રમાણે કરજે નાણાં લે છે, પરંતુ સર્વને માટે ખુલ્લું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com