________________
મુકેલા ફંડમાંથી નાણાં મેળવવામાં પ્રતિષ્ઠા માનતા નથી. એવા દેખાવે ગરીબ અને સાદા હશે તે પણ નરરી હોદ્દો ભેગવનારા તેવાજ આપણે પસંદ કરવા પડે છે. તેનું કારણ પગારદાર કરતાં તેઓ પોતાની આજીવીકા વધારે જોખમ ખેડીને ચલાવે છે તે છે, માટે તેમની પ્રતિષ્ઠા વધારે છે. પરંતુ દિવસે દિવસે તેવાં કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે એ આપણા ધ્યાન બહાર છે. પ્રજાજીવન તરીકેના બળનું એક પગથિયું પ્રજા ઉતરતી જાય છે, તે આપણે જોઈ શકતા નથી. અને સંસ્થાઓ તથા ફંડેને ભભકે એ ભુલાવી દે છે. આ રીતે પુષ્કળ છુપાં નુકશાને ચાલુ છે, તેને પુરા એ જ છે કે આપણને કાયમ અસંતોષ રહ્યા જ કરે છે કે આટલું આટલું કરવા છતાં કાં ધર્મશ્રદ્ધા ન વધે? કાં નીતિ ન વધે ? કાં સ્વાયિપણું અને ખાનદાની ન વધે? આ અસંતેષ ચાલુ જ છે. જે આ યોજનાઓ પ્રગતિનાં સાધન હોય તે કંઈક તો આગળ વધાવું જ જોઈએ? તેને બદલે પાછળ હઠવાની બુમ કાં પડે છે? નવા જમાનાવાળા પણ એમજ કહે છે કે “આપણે પાછળ પડીએ છીએ. પાછળ પડીએ છીએ, દેડા દોડે આગળ ધસો, આગળ ધસો” જુના જમાનાવાળા પણ કહે છે કે “બધુંય બગડતું જાય છે. વખત બહુ પલટાઈ ગયે. કાંઈ સૂઝતું નથી.” આમ એની પણ બુમ છે. તે કહે હવે આ છેલલા પચાસ વર્ષમાં વાસ્તવિક શું પેદા કર્યું? વાસ્તવિક કેટલું બળ હાંસલ કર્યું? અરે! મેળવ્યું નહીં તેની તો કાંઈ ચિંતાજ નહીં પણ ગુમાવ્યું ન હોત તે ઠીક થતું. આ બધા પ્રયત્ન અને દોડધામ કરવાને બદલે ચૂપ બેસી રહ્યા હતા તે શું નુકશાન હતું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com