________________
આવ્યું કે પ્રજાનું વાસ્તવિક નૈતિક અને ચારિત્ર બળ ઘટયું. સ્વયં પૂજાભાક્ત કરવાની વૃત્તિ હઠી. નકરો જેમ જેમ મળવા લાગ્યા તેમ તેમ જાતે કરવાનું ભૂલી જવાયું. પ્રજામાં ફેલાયેલી ધંધાની મુશ્કેલીમાંથી ઉત્પન્ન થયેલી ધંધાની ખાતર ભણવાની વૃત્તિને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાની વૃત્તિ માની લેવાઈ અને હમેશ અસંતેષ રહ્યાજ કર્યો. ઉપાશ્રયના વાતાવરણમાં ઓટ થયે અને જૈનશાળાના વાતાવરણમાં ભરતી થઈ, અને તેની સાંકળ સામાન્ય શિક્ષણ સાથે હોવાથી ધર્મગુરુઓ સાથેના સંબંધમાં નવી પ્રજા ઓછી આવવા લાગી. તથા છપાયેલાં પુસ્તકની બહોળી સગવડ થવાથી તેઓ દ્વારા શીખવા સમજવાની જરૂરિયાત ઉડવા લાગી. એટલે ગુરૂ શિષ્ય વચ્ચે અંતર વધતું ગયું અને તે તરફની ભક્તિ પાતળી પડે. કમિટી વિગેરે ને ધોરણે હડતાં એક વ્યક્તિ ઉપર વિશ્વાસ ગર્ભિત રીતે નાકબૂલ ગ. ટ્રસ્ટડીડ વિગેરેની ઝંખનામાં આપણામાં વિશ્વાસલાયક કોઈ વ્યક્તિઓ નથી એવી ગતિ કબુલાત અજાણપણે સ્વીકારાય છે. શત્રુંજયના ચારે તને રફના રસ્તા મહત્તવના અને ચાલુ રાખવા જેવા હતા. તેને પ્રવાહ ચાલુ રહેવા દેવાની જરૂર હતી. પ્રજા તેને વ્યવહારમાં ન ભૂલે એ સાવચેતી રાખવાની હતી. તેને બદલે એક સ્ટેટને સમૃદ્ધ કરવાની નીતિ છતાં ખ્યાલમાં રાખ્યા વિના એકજ તરફ વલણ થઇ જવાથી, વખતેવખત મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે. ઈત્યાદિ નાનાં મેટાં અનેક નુકશાને જણાય છે.
“આ તમારી વાતે તદ્દન જુઠ્ઠી છે. કારણ કે તમે જે નુકશાને ગણાવો છો, તે છે કે નુકશાન નથી, પરંતુ બદલાયેલા સંજે ગેનું પરિણામ છે. અને બદલાયેલા સંજોગોને પરિણામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com