________________
૪૩
બદલતા નથી. કારણ કે તેમ કરવાથી આગળ ઉપર અડચણ ઉભી થવાની હોય, અથવા ભૂલા પડવાનો સંભવ હોય, અથવા ખાડાખૈયા આવવાથી ગાડું ઉંધું પડે તેમ હોય, એ વિગેરે વિધ્રને સંભવ વિચારીને ચાલતે માર્ગે જ જવામાં ડહાપણ માને છે. અને તે જોઈએ તે વ્યવસ્થિત ન હોય છતાં એકંદર રીતે વધારે સલામત અને ઠેઠ પહોંચાડે તે હોય છે. અધવચ રખડાવે નહીં. તેથી પાક વિચાર કર્યા વિના છેડી શકાય નહીં. એ પાકે વિચાર કેણ કરે છે? એક પ્રવાહ ચા કે તેમાં આજકાલ સે ભળી જાય છે. આ રીતે વેણચંદભાઈ પણ થોડે ઘણે અંશે નથી ભળી ગયા એમ કોણ કહી શકશે ?
જેમ જેમ પ્રજા પ્રત્યેક કાર્ય–પ્રત્યેક જરૂરિયાત માટે સં. સ્થાઓ ઉપર આધાર રાખતી થાય તેમ તેમ તેમાં અપંગતા, નિરાશતતા, અસ્વાશ્રયપણું, વિગેરે આવતું જાય, અને ધીમે ધીમે એક જાતને ગુપ્ત ઘસારો લાગે. જો કે એવાં સાધને વિના કષ્ટ જણાય, મુશ્કેલી માલુમ પડે, કાર્યો ધીમાં તથા ઝાંખાં લાગે, એ વાત ખરી છે. છતાં જે કાંઈ હોય, તે પ્રમાણસર, આવશ્યકતા પુરતાં, મર્યાદિત, તથા યથાશક્તિ જ હોય છે. અને જ્યારે સંસ્થાના રૂપમાં કાર્યો પરિત થાય છે, ત્યારે દેખાવ વધે છે અને અંદરખાને નિર્બળતા વધે છે. તે જોવામાં ન આવતાં એક જાતની ભ્રમણા અને ભુલાવ ઉત્પન્ન થાય છે. કારણ કે વાસ્તવિક શક્તિ ઉપર તેને આધાર નથી હોત.
વળી સંસ્થાઓમાં પણ વિચાર કરીએ તે તેમાંયે ઘણું રૂપાન્તર જોવામાં આવે છે.
પુસ્તકે જેમ જેમ વધારે પ્રમાણમાં છપાઈને મળતાં ગયાં તેમ તેમ જ્ઞાનની કિંમત ઘટતી ગઈ. અને તેનું પરિણામ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com