________________
રૂપે થતાં કામને સંસ્થાના રૂપમાં ગોઠવવાથી સૈ પિતાપિતાની જવાબદારી ભૂલી જવા લાગ્યા. વ્યક્તિગત નાણાંને ફાળો આપ જોઈએ તેવી વ્યક્તિની ફરજને બદલે ધનિક ગૃહસ્થોએ આપેલા ફંડ ઉપરજ પ્રવૃત્તિઓ નભવાથી વ્યકિત ફરજમાંથી ચૂકવા માંડી છે. આમ થવાથી નુકશાન એ થયું કે-કાંઈ પણ શાસનને અંગે જરૂરિયાત ઉભી થાય એટલે ગૃહસ્થો પૈસા આપશે અને અમુક સંસ્થા એ કામ કરશે એવી પામરતા ઉત્પન્ન થતાં પરિણામે શાસનમાં બળની માત્રા ઘટી છતાં જોઈ ન શકાય એવી જાતની બ્રમણા ઉત્પન્ન થઈ, કે કામે સારાં ચાલે છે.” પૂર્વના વખતમાં શાસનનાં કામ કરવા માટે આજના જેવી સંસ્થાઓ હૈતી તેથી કામ અટક્યાં હતાં તેમ ન માનવું. અને આવી સંસ્થાઓ ન હોત તેપણ કામ અટકત એમ પણ ન માનવું. કામ કરવાની પદ્ધતિ બદલી છે. આ પદ્ધતિ શાસ્ત્રસિદ્ધ નથી તેમજ શાસ્ત્રસિદ્ધમાંથી ઉપજતા અવાંતર સિદ્ધાંતથી પણ ઉત્પન્ન નથી થઈ. માત્ર બહારની પદ્ધતિનું દેખાદેખીથી અનુકરણ છે. એ પદ્ધતિ નિરૂપગી થતાં પૂર્વની સબળ પદ્ધતિના નિયમ પ્રજા ભૂલી ગઈ હશે. તેમજ વારસામાં મળેલી તાલિમ અને અનાયાસે પ્રાપ્ત જના તથા વિજ્ઞાન પ્રજા ભૂલી ગઈ હશે. તેથી મુશ્કેલીને પ્રસંગે શાસન જોખમમાં આવી પડે. એટલે પૂર્વાચાર્યોએ વિહિત માળેથી ખસીને તાત્કાલીન લાભ તરફ દોરાઈને બીજો માર્ગ લેવાથી કોઈ વખતે ઉલટું ફસાઈ જવા જેવું થાય છે. કારણ કે મહાપુરુષોએ ઘણી જ દીર્ઘ દષ્ટિ વાપરીને યેજના ગઠવી હોય છે. આપણે કોઈ પણ માર્ગે ચાલતા હોઈએ અને બાજુમાં તેના કરતાં સરસ માર્ગ હોય છે. પણ, પાકી ખાત્રી કર્યા વિના ડાહ્યા માણસે માર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com