________________
વાળી હેય, તેટલાજ પ્રમાણમાં કુદરતી રીતે જ મૂળમાં પણ ફેરફાર થાય તે રેકી ન શકાય.
પરંતુ આ જમાનાની અસર એ કુદરતી અસર નથી. તે માનોએ ઉત્પન્ન કરેલી છે. તેમાં કુદરતી અંશ અમુક બે ચાર ટકા જ છે અને કૃત્રિમ અંશ, સ્વાર્થને અંશ વધારે ટકા છે. છતાં કૃત્રિમ અંશને લોકે સ્વાભાવિક કાળની અસર માની લઈ તે પ્રમાણે પરિવર્તન કરવા તૈયાર થાય છે, તે ભૂલ થાય છે અને તેનું પરિણામ બૂરું છે.
એટલે કે હાલના જમાનાની અસર એ કુદરતી અસર નથી પણ કૃત્રિમ અસર છે છતાં તે કુદરતી છે, એમ મનાવવા પ્રયત્ન થાય છે. પણ વિવેકીએ તેમાંથી બચી જવું જોઈએ.
કુદરતી અસરનું પરિણામ આટલું બધું મોટા પ્રમાણમાં ન હોય. તે તો ધીમે ધીમેજ અસર કરે. પરંતુ આ કૃત્રિમ પ્રયત્નનું પરિણામ એકદમ આવી ગયું છે, તે પણ તેની સાબિતી છે. બીજી પણ ઘણી સાબિતીઓ છે, પરંતુ અહીં તેને વિચાર નહીં કરીએ.”
ઠીક છે, ગમે તેમ પણ સારાં કાર્યો કરવામાં તે વધેજ શો? અસર ગમે તે જાતની હેય?”
“સારાં કામે કરવામાં કાંઈ વાંધો નથી, પરંતુ આપણે માનતા હોઈએ કે–આગળ વધીએ છીએ, પ્રગતિ કરીએ છીએ અને પરિણામ જોવા જઈએ તે પાછા ત્યાંના ત્યાં હાઈએ. અરે ત્યાંના ત્યાં હોઈએ ત્યાં સુધી પણ ઠીક, પરંતુ પાછળ હઠયા હોઈએ તે? માટે એ વ્યામોહમાંથી વિવેકીએ બચી જવું જોઈએ.” : - “તો શી રીતે પાછા હઠક્યા છીએ, તે તમે સમજાવશો?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com