________________
ધર્માર્થિઓએ ફરજ પણ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક સમજીને જ અજાવવી જોઈએ, પરંતુ જો તેમ કરવામાં ન આવે તે ફરજ બજાવવા જતાં ઉલટી વિપરીત ફરજ બજાવાઈ જાય, તે ફરજને હાનિ પહોંચે, પરિણામે નુકશાન થાય.”
આ રીતે વિચાર કરતાં જે જમાનામાં વેચંદભાઈ કાર્યકર્તા તરીકે બહાર પડ્યા તે જમાનાની હવામાં ઘણે અંશે વેણચંદભાઈ તણાઈ ગયા છે. અને તેથી કેટલીક રીતે બહુ દીર્ઘ દ્રષ્ટિ ન રાખતાં નુકશાન થયું છે, એમ અમારું કહેવું છે.
જમાનાને અનુસર્યા તેમાં શું ભૂલ થઈ? શું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરવાનું શાસ્ત્રકારે નથી કહેતા? શું તે ચારમાંના કાળના સંજોગે પ્રમાણે અનુસરવામાં ભૂલ થાય ખરી કે?”
શાસ્ત્રકારોએ જે બતાવ્યું છે, તેને આશય બરાબર સમજ્યા વિના તેને દુરુપયેગ કરતા ઘણું માલુમ પડે છે. તે પ્રમાણે તમે પણ કરવા ધારતા હે તેમ જણાય છે. ”
શી રીતે દુરુપયોગ થાય છે?
શાસ્ત્રકારોનું કહેવું એમ છે કે-મૂળમાં પરિવર્તન કર્યા વગર માત્ર બાહ્યા સ્વરૂપમાં જ અનુસરવાનું હોય છે. જે મૂળમાં પરિવર્તન કરીયે તો દ્રવ્યાદિને અનુસાર વર્તાને જે વસ્તુ બચાવવા માગીએ છીએ તેજ નાશ પામી જાય, તેમાં ફળ શું મેળવ્યું? વળી બહારનું પરિવર્તન પણ એવું હોવું જોઈએ કે જે મૂળમાં પરિવર્તન કરવા માટેનું પ્રાથમિક પગથિયું ન હોવું જોઈએ. માત્ર બાહ્ય પુરતું જ હોવું જોઈએ. નહીંતર એક પગથિયું ઉતરતાં ઠેઠ નીચે ઉતરી પડાય તેમ હોય તે તે પગથિયું પણ ન ઉતરતાં વિચારવું ઘટે. વળી દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અસર જેટલા પ્રમાણમાં કુદરતી રીતે જ ફેરફાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com