________________
૩૩ ૩ સામસામું વિચાર-વાતાવરણ,
આ રીતે વેણીચંદભાઈ બીજા વર્ગને કાર્યવાહકમાં પહેલે નંબરે છે, છતાં તેમના કાર્યો સામે બે પ્રકારના ટીકાકારેને મારે સત ચાલતા જ હતા અને તે સહેતુક જ હતા.તે બન્ને તરફના સપાટા વચ્ચે થઈને વેણચંદભાઈ અડગ-ચુસ્તતા,સહનશીલતા, શાંતિ અને કાર્યો પ્રત્યેની તીવ્ર લાગણીથી જ ટકી રહી શકતા, અને પિતાને માર્ગ પસાર કરતા હતા. તેમની સામે કેવી મુશ્કેલી હતી ? તેને વિચાર કરતાં. તેની સામે ટકાવ ઝીલવામાં વેણીચંદભાઈનું સામચ્ચે જણાઈ આવે છે. આ બન્ને જાતના સામસામા વિચારવાતાવરણ વચ્ચે આવવા છતાં વેણચંદભાઈ પિતાના નિશ્ચિત માર્ગે ચાલ્યા જતા હતા. તેમની સ્થિતિ ડામાડોળ થઈ જતી ન્હોતી. જેટલી બાબતમાં જે તરફ ઢળવાનું નિશ્ચિત હોય, તેટલી જ બાબતમાં તે તરફ ઢળતા હતા. વધારે પડતી મચક આપતા નહીં. જ્યાં જેમ પ્રવાહ વહેતો હોય તેમ તણાઈ જાય તેવા કેવળ તેઓ હેતા, એમ તે ઘણી વખત અનુભવ્યું છે. જ્યાં જે પ્રસંગ ત્યાં તેવી રીતે નિશ્ચયે ડગમગ્યા કરે, કઈ સ્થિરતાજ નહીં, અને જેમ વાગે તેમ લકી બજાવ્યે જાય, એવો તેમને સ્વભાવ હેતે. જે બાબતમાં પોતાનું ચાલે તેમ ન હોય, અથવા જે બાબત પિતાના અધિકાર, સમજણ અને વિચારથી પર હોય, તેમાં મૌન રહે, માથું મારેજ નહીં. આ તેમની ટેવથી તેઓ વધારે પ્રિય થઈ પડતા હતા. છતાં બન્ને તરફના વર્ગને સંપૂર્ણ સંતોષ તે ન જ આપી શકાય. કારણ કે બન્નેની દિશા સામસામી છે, એટલે સામસામી ખેંચતાણમાં ગમે તે એક તરફ વધારે પડતા ખેંચાઈને બનેને સંતોષ ન આપી શકાય.તેમજ મધ્યસ્થ રહીને પણ બનેને સંતોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com