________________
વેણચંદભાઈ જેવાને પણ કઈ રીતે આ વર્ગમાં ન જ મૂકી શકાય, કારણ કે એ વર્ગ પોતાનો જનસમાજમાંનો હકક છેડીને ત્યાગદશા રાખી શાસનના મુખ્ય અંગ તરીકે ઉચ્ચ અધિકાર પદે છે. તે સ્થાન વેણીચંદભાઈને ન જ આપી શકાય.
વેણીચંદભાઈ બીજા વર્ગમાં પહેલા નંબરના કાર્યવાહક છે, એ ચક્કસ જે કે બીજા વર્ગમાં પણ મુખ્ય કાર્યવાહકે તે આખા સંઘ ઉપર કાબુ રાખનારા દેરનારા,રાજા મહારાજાઓમાં લાગવગ ધરાવનારા પ્રસંગ આવ્યે ધનનો સારો વ્યય કરનારા, તીર્થો માટે મંથન કરનારા, સ્થાનિક સંઘને વહીવટ સંભાળનારા, દોરનારા, વિ. ચારકે, વિદ્વાને, ગ્રંથલેખકેઃ વિગેરે બીજા નંબરના કાર્યવાહકે છે. તેમાં પણ પ્રેમાભાઈ શેઠ જેવા, મનસુખભાઈ ભગુભાઈ વિગેરે વ્યક્તિઓ જેવા આગેવાને અસાધારણ કાર્યવાહક હતા. તેવા કાર્યવાહકે અત્યારે પણ એછેવત્તે અંશે શાસનના વહીવટમાં ભાગ ભજવી રહૃાા છે.
એટલે કાર્યદ્રષ્ટિથી, કાર્યના મહત્ત્વ અને જવાબદારીની દષ્ટિથી તેઓમાંના ઘણાખરા વેણીચંદભાઈથી હડી જાય તેવા હોય છે, એટલે તેઓને નંબર વેણીચંદભાઈ કરતાં ઉચ્ચ ગશુ જોઈએ. પરંતુ વેણચંદભાઈને મેં પહેલા નંબરમાં ગણ્યા છે, તેનું કારણુ–માત્ર તેમને ત્યાગ, નિ:સ્વાર્થવૃત્તિ, સદા તત્પરતા અને આખી જીંદગીને ભેગ, તથા ધર્મપરાયણતા. આટલા તને ઉમેરો થવાથી સરવાળે વેણચંદભાઈ વધી જાય છે,
એટલે તેમને પહેલે નંબર આપવો એ વધારે સમુચિત જણાય છે. અતિશયોક્તિ ન થઈ જવાની પુરેપુરી કાળજી રાખવા છતાં મારાથી તેમ કહ્યા વિના ચાલી શકતું નથી, છતાં કઈ બંધુ મને મારી ભૂલ સમજાવશે તે જરૂર મારો અભિપ્રાય ફેરવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com