________________
૩૧
ના, ના, વધે તે નહીં, પરંતુ તેથી ખાસ બહુ ફાયદો પણ નહીં. અથવા ઠીક છે, આમ કરતાં કદાચ ફાયદાની નજીક પહોંચી શકીશું.
પરંતુ હજુ અમારા પ્રશ્નને ખુલાસો બરાબર નથી થતું. એ તે જાણે અદ્ધર લટકતો હોય એમ લાગે છે.
ત્યારે હવે તેને ચેકકસ ખુલાસે જ કરી દઉં—સાંભળો. ઉપર પ્રમાણે શાસનતંત્ર હાલ ચાલે છે તેના કરતાં બેરાબર વ્યવસ્થિત ન થાય, અને કઈ કઈને પૂછે નહીં એવી સ્થિતિ થઈ પડે, ત્યારે વિવેકી ગૃહસ્થ–વ્યક્તિ પણ અ૫માં અલ્પગ્યતા ન ધરાવનાર પાસેથી મુનિલિંગ, તેનું અને શાસનનું હિત હૈયે ધરીને છોડાવી શકે છે, પરંતુ તે અધિકાર જે બજાવે છે, તે આચાર્યપદના અધિકાર વતી બજાવે છે, નહીં કે સ્વતંત્ર રીતે. એમ ગર્ભિત રીતે સમજી લેવાનું હોય છે. અસ્તુ.
આ રીતે હાલ પહેલા વર્ગના કાર્યવાહકના હાથમાં શાસનતંત્રને વહીવટ મુખ્ય પણે ચાલે છે. તથા તેમના અધિકારો તથા સત્તા કેટલા છે તે પણ બરાબર સમજ્યા હશો.અહીં શ્રેણિક રાજાએ દેવમાયાથી પતિત જણાતા મુનિ તથા પતિત સાથ્વી ને સત્કાર કરી સમજાવ્યાની કથા વિચારવી ઘટે છે. મુનિઓના અંદર અંદરના માનસત્કારના શા નિયમો છે? તે બાબતના શાસ્ત્રમાં વિગતવાર સૂમ નિયમે આપેલા છે. તે પ્રમાણે જોઇને તેઓ વર્તે. તેની ચર્ચાને અહીં સ્થાન નથી, તેમજ મુનિ અને ગૃહસ્થો વચ્ચેના સંબંધના પણ ઘણુ નિયમ છે, જે વિચારવાનું આ સ્થળ નથી. માત્ર આટલી આનુષંગિક ચર્ચા ઉપયોગી ધારી
કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com