________________
૨૭ માર્ગમાં ઘણાં વિઘો હશે. કાર્યોમાં જોઈએ તેટલી ઉજ્વળતા નહીં હેય, એ બધું બનવા જોગ છે. વળી પરિસ્થિતિ અને દેશકાળને લીધે પ્રતિબંધક કારણે પણ ઘણું આડે નડતાં હોય, તેથી પણ કેટલીક અવ્યવસ્થા ચલાવી લેવી પડે. એ બધી અવ્યવસ્થા મૂળમાંથી જ ઉડી જાય અને બધું વ્યવસ્થિત ચાલે, તેમાંના પ્રતિબંધક કારણે દૂર થાય, એ સૌથી પહેલું કરવાનું કામ છે. તે છતાં આપણું ઉપરની ચર્ચાને તે આપોઆપ નિકાલ થઈ જ જવાને. મૂળને સિંચન કરવાથી આખા વૃક્ષમાં નવપલ્લવતા આવ્યા વિના રહે જ નહીં. છતાં કોઈક ભાગમાં ક્યાંક દૂષણ સ્વાભાવિક રીતે કાળદેષને લીધે રહી જાય, તે તે અનિવાર્ય છે, તેને આ જગતમાં કાંઈ ઉપાય જ નથી. ' અર્થાત્ જે દરેક વ્યક્તિ પિતાના હાથમાં બધી શાસનપ્રવૃત્તિ લઈ લે, અને યથેચ્છ વર્તવા માંડે તે આ રીતે દેષનું મૂળ ન શોધાય, અને અંધાધુંધી તથા વેરવૃત્તિના બીજે વધારે વવાઈ જાય. આખા તંત્રમાં અંધાધુંધી એવી પ્રવર્તે કે તે દૂર કરવાને પ્રસંગ આવતાં વર્ષોના વર્ષો વીતી જાય, તેથી જે નુકસાન થાય તેના હિસાબમાં કદાચ અયોગ્ય વ્યકિતઓથી થતું નુકસાન બહુ વધારે ન હોય, તે તે જ નભાવી લેવું વધારે સારું છે.
અલબત્ત, આપણું આ આવી સ્થિતિ માટે જરૂર વિચાર કરે જોઈએ, અને પદ્ધતિસર, કમસર, શાતિપૂર્વક પ્રયત્ન પણ કરવા જોઇએ, એ પ્રત્યેક વ્યક્તિની ફરજ છે.
આ તે તમે અમને જુદા જુદા વિચારે તરફ દેરી જાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com