________________
છે! પણ સમાધાન આપીને કોઈ એક માર્ગ બતાવતા નથી. ઉલટી ગુંચવણ વધારતા જાઓ છે.
ભલે તેમ માની લો. તે પણ શું? જે તમને શાસનને રાગ હોય, તે તમારે ક્યાં ગુંચવણ છે? તે સમજવી જોઈએ, તે ઉકેલવા પ્રયત્ન કરવામાં ફાળે આપ જોઈએ. તેમાં જેમ બને તેમ રસ લે જોઈએ, એ તમારી ફરજ થઈ પડે છે. . તેમાં યથાશકિત ભાગ લે, પણ તેની ઉપેક્ષા તો નજ કરી શકાય.
એ બધું ઠીક પણ કરવું શું?
કરવાનું એક જ કે જે ખાસ કરીને કંઈ મોટું નુકસાન ન જણાતું હોય, તે વિશિષ્ટ વિશિષ્ટ મુનિ મહારાજાઓની આગેવાની નીચે દરેક મુનિ મહારાજાએ એકત્ર થાય. અને દરેક બાબતેના તેડ કાઢી નવા નિયમ-શાસ્ત્ર, પરંપરા અને દેશકાળની વાસ્તવિક પરિસ્થિતિને સામે રાખીને, ભૂતકાળના ઇતિહાસના અનુસંધાન રૂપે, અને શાસનનું ભાવિ હિત ધ્યાનમાં રાખીને, જે નિયમો કરે તે આખા શાસનને નવું જીવન આપવા બરાબર થઈ પડશે. અને તેમાં તમારા બધા પ્રશ્નોને આપોઆપ નિકાલ થઈ જશે. વળી, અત્યારે તક પણ બરાબર તેમ કરવાને આવી ગઈ છે. આ કાર્યમાં દરેક વ્યકિતએ યથાશકિત ફાળો આપ એ આ સમયમાં જૈન સંઘની પ્રત્યેક વ્યકિતનું પ્રધાન કર્તવ્ય છે, એમ કુદરતી વાતાવરણ જ સૂચવતું હોય તેમ લાગે છે.
એ પણ સાથે સાથે યાદ રાખજો કે એટલું કર્યું પણ નહીં ચાલે, પરંતુ તેમ કર્યા પછી આખા શાસનની કેન્દ્રભૂત આચાર્યસંસ્થા, કે જે તીર્થકરની પ્રતિનિધિ સંસ્થા છે, સકળ સંઘની નાયક અને શાસનની પ્રવર્તક કેન્દ્રભૂત સંસ્થા છે તેને સ્થાયિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com