________________
૨૧
જેનાથી લાભ થયો હોય તેવા મુનિ વેષ ધારિ તરફ બમણું માન રાખવાનું પ્રાપ્ત થાય છે. | મુનિ વેષ ધારિ ઉપર સન્માનની વૃત્તિ રાખવાની જરૂર છે એટલું જ નહીં પરંતુ મુનિ તરીકેના તેના નિર્વાહ પુરતી નહીં કે તેના સ્વછંદને પોષકતમામ સામગ્રી પુરી પાડવાની જૈન સ્ત્રી કે પુરુષ વ્યકિતની ફરજ તે છેજ. છેવટે તે સામગ્રી પુરી પાડવામાં ફાળે પડતે જે ભાગ પોતાના ભાગમાં આવે તેટલે ભાગ આપવાની તે ફરજ છે જ. અને વિશિષ્ટ વ્યક્તિઓ માટે વિશિષ્ટ સામગ્રીઓ પુરી પાડવાની ફરજ છે, એટલું જ નહીં પણ તેમની દરેક પ્રવૃત્તિએમાં આપી શકાય તેટલી સહાનુભૂતિ આપવાની ફરજ છે. પિતાને અંગત લાભ મળતું હોય કે ન મળતો હોય, તેપણ તે ફરજમાંથી છુટી શકાતું નથી જ. અને જે અંગત લાભ થયો હેય, તે વધારે પડતી ભકિત, સન્માન કરવું કે નહીં એ વ્યતિની પિતાની મરજીની વાત છે, પરંતુ શાસનના વહીવટ તરફની એ ફરજ નથી.
આ રીતે તમે માત્ર વેષ ધારિ મુનિઓને વધારે પડતું પક્ષ કરે છેએમાં તમને કશી અનુચિતતા નથી લાગતી?
ના. ઉચિત સંજોગોમાં અને ઉચિત મર્યાદામાં બધું સુંદરજ હોય છે. જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ન કરવામાં આવે-ન્યૂનાધિકતા કરી નાંખવામાં આવે, ત્યાંજ બધી ગડબડ અને અનુચિતતા ઉપસ્થિત થાય છે. અમે માત્ર શાસનતંત્રના એક અંગ તરીકે જ તે વર્ગને જેટલું સ્થાન હોવું જોઈએ, તેટલું જ સ્થાન આપવા માગીએ છીએ. અર્થાત્ જેટલું સ્થાન સિદ્ધ જ છે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com