________________
બીજા વર્ગમાં ગણવામાં આવેલા મુનિવર્ગ માટે તે કહેવું જ પડશે કે–તેમને વેષ માત્ર પણ વંદનીય જ છે, અને ગૃહસ્થાએ તેમના વેષનું પણ જરાયે અપમાન ન થાય તે રીતે વર્તવું જોઈએ. કારણ કે તેમને વેષ જ જૈન શાસનની સેવામાં જરૂર કંઈને કંઈ–અ૯પમાં અલ્પ પણ ફાળો આપે છે. તેથી જૈન શાસનનું હિત ઈચ્છનારા તેને કલ્યાણપ્રદ માનનારા, સમ્યમ્ દર્શની ગૃહસ્થોની ફરજ છે કે જ્યાં યત્કિંચિત્ પણ શાસનને પોષક અનુકૂળ તત્વ હોય, તેને સર્વદા માન્ય જ ગણવું
બીજું કશુંયે નહીં તો-કેઈ પણ અજાણ્યા પ્રદેશમાં તે મુનિ જઈ ચડે, તે વખતે ત્યાંના માણસે જ્યારે ખરી ઓળખ કરવા માંડે, ત્યારે પૂછપરછ કરતાં કે બીજી રીતે એ નિર્ણય ઉપર આવે કે “આ જૈન સાધુ છે.” અર્થાત જૈન ધર્મ અને શાસનના પ્રચારક વર્ગમાંના એક છે. આ નિર્ણય ઉપર તે લેકેને લાવનાર મુનિવેષજ થાય છે. અર્થાત અજાણ્યા પ્રદેશમાં પણ વેષ જૈનત્વને ઉધક થાય છે. તેટલા પુરતી પણ અલ્પમાં અલપ તેની સેવા છે.
જેમ લેકો ચાંદ ઉપરથી, પટ્ટા ઉપરથી કે બીજા એવા કેઈ પણ ચિહ્ન ઉપરથી રાજા, રાજકર્મચારી, અમલદાર કે સ્ટેશનમાસ્તર તરીકે ઓળખી કાઢે છે, ત્યારે તેઓએ ધારણ કહેલ તે તે ચાંદ, પટ્ટો કે, ટેપી ઉપરની પટ્ટી તે તે તંત્રનું પોષક તત્વ બને છે. એટલે તે તે તંત્રને માન આપનાર વર્ગ માટે તે તે નિશાનીઓ ધારક વ્યક્તિઓ માન્ય બને છે. તે રીતે અહીં વેષ, એ જેમ દર્શન, જ્ઞાન અને ચારિત્રના આરાધનમાં મદદગાર થાય છે, ઉપરાંત, એ બધાને એકંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com