________________
બધે ભાર મૂકે, તે શી રીતે યોગ્ય છે? તે નથી સમજાતું. માત્ર મુનિવેષ જ હેય, કોઈ પણ જાતની શક્તિ કે ગુણ ન જેવામાં આવતાં હોય, તેમની પાસેથી કશું નવું શીખવાનું કે જાણવાનું ન હોય, તેમને માટે શું?
આ પ્રશ્ન આજકાલ ઘણા ભાઈઓ કરી રહ્યા છે, અને તેથી તેના જેને જેમ ફાવે તેમ મનમાન્યા સમાધાન પણ કરી લે છે પણ તે બરાબર નથી. જેનશાસન-તંત્ર તે શું, પરંતુ કેઈ પણ જાતના શાસનતંત્રનાં તરનું જ્ઞાન હોય, તેને આ પ્રશ્નને થાય જ નહીં. તે પણ તેને યથાયોગ્ય ઉત્તર આપવા અહીં પ્રયત્ન કરીશું.
આ પ્રશ્નની ચર્ચા કરવાની સગવડ ખાતર આપણે મુનિવર્ગના અહીં ત્રણ વર્ગ પાડીશું.
પહેલા વર્ગમાં-દર્શન કે જ્ઞાન કે ચારિત્રથી, અથવા દર્શન જ્ઞાન અને ચારિત્રથો, કે તેને અનુસરતા બીજા ગુણે અને સામર્થ્યથી એમ ઓછેવત્તે અંશે વિશિષ્ટ વ્યક્તિઓને મૂકીશું, જેને માટે તે અહીં ચર્ચાને અવકાશ જ નથી.
બીજા વર્ગમાં-કશી પણ વિશિષ્ટતા ન ધરાવનાર મુનિવેષ ધારણ કરનાર સશુરુ-પરતંત્રને મૂકીશું. અને ત્રીજા વર્ગમાં– મુનિવેષ તે ધારણ કર્યો હોય, પરંતુ કેઈ પણ જાતની ગ્યતા ન ધરાવતા હોય, એટલું જ નહીં, પણ કેટલીક કેટલીક બાબતમાં અયોગ્ય વર્તન હેય, તેને ત્રીજા વર્ગમાં ગણીશું. આ છેલ્લા બન્ને વર્ગોને લગતી ચર્ચા કરવાને અહીં અવકાશ છે.
જેનું અયોગ્ય વર્તન ન હોય, એવા માત્ર મુનિ વેષ ધારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com